મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં એક ટ્રકનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અહીં અહેવાલના અંતમાં પણ દર્શાવાયો છે. વીડિયો જોઈને આપ પણ હસી પડશો. મોટાભાગે જોવા મળે છે કે હોર્ન કોઈને ગમે નહીં અને એવું પણ જોવા મળે છે કે ટ્રક ડ્રાઈવર્સ પોતાના મનોરંજન માટે અવનવા હોર્ન નંખાવતા હોય છે. હવે એક ટ્રક ડ્રાઈવર આવો જ એક અલગ પ્રકારનો હોર્ન લગાવીને ભોપાલના રસ્તા પરથી જતો હતો.

ભોપાલના ફતેહગંજમાં ભારે ટ્રાફીક વચ્ચે એક ટ્રક ફસાઈ ગયો હતો. આગળ આવી રહેલા વાહનોના ટ્રાફીકથી બહાર નિકળવા ટ્રક ડ્રાઈવરે હોર્ન વગાડ્યો. તો આ શું થયું, લોકો ટપોટપ પોતાના વાહનમાંથી બહાર નીકળવા લાગ્યા, બાઈક ચાલકો પણ તેની સામે જોવા લાગ્યા. બધાના ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશ હોય એવા હાવભાવ આવવા લાગ્યા. લોકોને તેનો હોર્ન બહુ ગમ્યો. હોર્નમાં મેં જટ યમલા પગલા દીવાના... આ ગીતનું મ્યૂઝિકમાં હોર્ન જેવું વાગે છે. ત્યાં ઘણા લોકો ચા પણ પી રહ્યા હતા અને તેમના સહિત બધા ટ્રકની આગળ આવી ગયા.

આ લોકોની માગણી એ હતી કે બસ તુ હોર્ન વગાડ, ફરી વગાડ. બુમો પાડવા લાગ્યા હતા. ટ્રક ડ્રાઈવરએ પણ ખુશ થઈને તેમની ઈચ્છા અનુસાર હોર્ન વગાડ્યો તો લોકો રોડ પર જ ચિચિયારીઓ પાડીને નાચવા લાગ્યા હતા. આ વાયરલ થયેલો વીડિયો આપ પણ જુઓ ખુશ થઈ જશો અને બીજાને પણ બતાવશો.