મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ફોન ટેપિંગની વાતથી ફરી ભારતીય રાજનીતિ સહિત મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2019ના અંતમાં પેગાસસ નામની એક ઈઝરાયેલી નિર્મિત સ્પાયવેર કંપની ચર્ચામાં હતી.  આ જ કંપની દ્વારા ફોન ટેપિંગ કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રની મોદી સરકારનાં મંત્રીઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ અને વર્તમાનજજીસ સહિત સિનિયર જર્નલિસ્ટ અને ઉદ્યોગપતિઓનો સામેલ છે. આ અંગેનો એક મીડિયા રિપોર્ટ આજે રાતે આવી શકે છે તેવું ભાજપનાં સંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતા ખળભળાટ મચી ગયો છે. 

ઓક્ટોબર 2019માં વ્હોટસએપએ કહ્યું કે તે એનએસઓ ગ્રુપ પર પગલા લઈ રહ્યું હતું, આ ઈઝરાયેલી સર્વેલન્સ ફર્મ છે જે પેગાસસની પાછળની ટેક્નોલોજી છે, કે જેનો ઉપયોગ ફોનને હેક કરવા- જાસુસી કરવા દુનિયાભરમાં લગભગ 14 ઉપયોગકર્તાઓના ફોન હેક કરવા માટે કરવામાં આવતો હતો.

હવે 18 મહિના પછી પેગાસસ ફરી ચર્ચામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો. જેમાં જાણીતા ભારતીયોનાં નામ પણ તેમાં આવ્યા હતા.  ત્યારબાદ ઈન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટ કર્યો હતો કે ભારતમાં બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકર્તાઓ અને પત્રકારોની પેગાસસના ઉપયોગ બદલ જાસૂસી કરવામાં આવી હતી. 

Advertisement


 

 

 

 

 

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, ઘણીવાર વિવાદાસ્પદ વિષયો પર ચર્ચાઓ છંછેડી દેતા હોય છે. રવિવારે સ્વામીએ ટ્વીટ કર્યું કે, એવી અફવા છે કે, પશ્ચિમી મીડિયા ફોન ટેપિંગના મામલે સ્ફોટક રિપોર્ટ પબ્લિશ કરવા જઈ રહ્યું છે.

સ્વામીએ તેમના ટ્વીટમાંલખ્યું છે કે, આજે રાતે વોશિંગટન પોસ્ટ અને લંડન ગાર્ડિયન એક રિપોર્ટ પ્રકાશિત કરવાના છે, જેમાં મોદીના કેબિનેટ મંત્રીઓ, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના જજીસ અને પત્રકારોના ફોન ટેપ કરવાને લઈને એક ઈઝરાયેલી ફર્મ પેગાસસને નિયુક્ત કરવામમાં આવી છે. જો મને સત્તાવાર જાણકારી મળશે તો હું લીસ્ટ જાહેર કરીશ.

બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને સ્વામીના ટ્વીટનો જવાબ આપતા દાવો કર્યો છે કે ફોન ટેપિંગમાં વિપક્ષના ઘણા સદસ્યોને પણ નિશાન બનાવાયા. કોંગ્રેસ લોકસભા સાંસદ કાર્તિ ચિદંબરમે પણ પેગાસસનો ઉલ્લેખ કર્યો, પરંતુ સ્વામીએ વધુ સ્પષ્ટતા કરી હતી. કાર્તિનું કહેવું છે કે, એક નાના સૂત્રએ મને કહ્યું કે પેગાસસ કાંઈક મોટું કરવાનું છે.

Advertisement


 

 

 

 

 

જ્યારે વર્ષ 2019માં પેગાસસના આરોપ સામે આવ્યા ત્યારે કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સંસદને કહ્યું હતું કે સરકારી એજન્સીઓ દ્વારા ભારતમાં પેગાસસનો કોઈ 'અનધિકૃત' ઉપયોગ કરાયો ન્હોતો.