મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ ભારતના રાષ્ટ્રપતિએ સંવિધાનીક આર્ટિકલ 370માં સંશોધનના અંતર્ગત તેના ઘણા ઉપબંધોને હટાવવાનો આદેશ આપ્યો છે. કાયદા વ્યવસ્થાને ધ્યાને રાખતાં હવે જમ્મુ કશ્મીરના ઘણા સ્થાનીક અને કદાવર નેતાઓની અટકાયત કરી લેવાઈ છે. તેમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા અને જમ્મુ કશ્મીર પીપલ્સ કોન્ફ્રન્સના સજ્જાદ લોન અને ઈમરાન અંસારીનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓએ વિસ્તૃત જાણકારી આપવાથી ઈન્કાર કરી દેતા કહ્યું કે, જલ્દી જ વધુ કેટલાક નેતાઓની પણ અટક થઈ શકે છે. મહેબૂબા મુફ્તીને તેમના ઘરેથી સરકારી ગેસ્ટહાઉસ લઈ આવાયા છે, જ્યાં તેમને કેટલાક સમય માટે રખાયા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીના ઉપરાંત ઉમર અબદુલ્લા અને સ્થાનીક નેતા સજ્જાદ લોનને પણ રવિવાર મોડી રાત્રી સુધી નજરબંધીમાં રખાયા હતા.

ઘાટીમાં આર્ટિકલ 370ને હટાવ્યાને લઈને પ્રતિક્રિયા સ્વરૂપ થનાર કોઈ પણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી કરાઈ છે. તે ઉપરાંત પુરા જમ્મુ કશ્મીરમાં કલમ 144 લાગુ કરવા ઉપરાંત ઈન્ટરનેટ અને કેબલ ટીવી નેટવર્ક બંધ કરી દેવાયા છે.

આ પહેલા મહેબૂબા મુફ્તીએ અમિત શાહ દ્વારા સંસદમાં પ્રસ્તાવ રજુ કર્યાના તુરંત બાદ ટ્વીટ કરતાં કહ્યું, આજનો દિવસ ભારતીય લોકતંત્રના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે આજે 1947ની તત્કાલીન જમ્મૂ કશ્મીર સરકાર દ્વારા ટૂ નેશન થીયરીને રિજેક્ટ કરવાનો નિર્ણ ખોટો સાબિત થયો છે. સરકાર દ્વારા કલમ 370ને હટાવવાનો નિર્ણય પુરી રીતે ખોટો અને અસંવૈધાનિક છે.

ત્યાં જ ઉમર અબ્દુલ્લાએ તો તેનાથી આગળ વધીને કહ્યું કે, આ નિર્ણયના ખરાબ અને ખુબ ખંભીર પરિણામ આવશે. આ એલાન તે વખતે કરાયું હતું જ્યારે પુરી કશ્મીર ઘાટી એક આર્મીના કેમ્પના રુપમાં ફેરવાઈ ચુકી હતી. કેન્દ્રનો નિર્ણય એક પક્ષીય, ખોટો અને અસંવૈધાનીક છે અને નેશનલ કોન્ફ્રન્સ તેને પડકાર આપશે.