દેવલ જાદવ (મેરાન્યૂઝ.પાટણ): સમગ્ર દેશમાં જ્યારે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયમાં આપણાં દેશમાં કેટલાક સ્થળોએ અંધશ્રદ્ધાના પણ કેટલાક વિડિયો વાયરલ થયા છે. અંધશ્રદ્ધાના નામે લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગુજરાતના પાટણથી બહાર આવ્યો છે. વિડિયો વાયરલ થતાં પાટણના સરસ્વતી તાલુકાનું કિમ્બુવા ગામ ખૂબ ચર્ચિત થયું છે.

વાયરલ થયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને જોગણી માતાની ટોપલા ઉજવણી કરી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલાઓ મોટી સંખ્યામાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહી છે. મહિલાઓ માસ્ક પહેર્યા વગર અને સમાજિક અંતર જાળવ્યા વગર ટોપલા ઉત્સવની ઉજવણી કરવા એકત્રિત થયા છે. અંધશ્રદ્ધાનો ભોગ બનીને અંદાજિત ૫૦૦ થી વધારે મહિલાઓ જોગણી માતાની પૂજા કરવા ભેગી થઇ હતી.

Advertisement


 

 

 

 

 

સામાન્ય રીતે કેટલાક ગામોમાં ચોમાસાના આગમન પહેલાં પોતાના ઘરે નીવૈધ તૈયાર કરીને ટોપલામાં મૂકીને ખેતર લઈ જાય છે અને ત્યાં ધરતીની પૂજા કરે છે. કોરોના મહામારીના આવા સમયે આવી પરંપરાઓનો અંત લાવીને પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મહામારિનાં આવા કપરા સમયે પણ કેટલાક લોકો જૂની પરંપરાઓ અને અંધશ્રદ્ધાનું પાલન કરે છે.

પાટણના એસ. પી. અક્ષયરાજ મકવાણા જણાવે છે કે , "કોરોનાની બીજી લહેર દરમિયાન કીમ્બુવા ગામમાં એક પણ કેસ આવ્યો નથી છતાં પણ કોરોના કાળમાં આવી રીતે મોટી સંખ્યામાં એકત્રિત થવી એ કાયદા વિરુદ્ધ છે. આવી પરિસ્થિતિ ફરી થી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં દૃષ્ટાંત ઉભુ થાય તેવા પગલાં લેવામાં આવશે."