મેરાન્યૂઝ નેટવર્ક.પાટણ : પાટણ એસ ઓ જી દ્વારા બે જુદા જુદા કેસમા ગેરકાયદે બંદૂક સાથે બે માણસો પકડવામા આવ્યા છે અને અન્ય એક કેસમા ગેસ્ટ હાઉસની આડમા દેહવ્યાપારનો  ગોરખધંધો પકડી પાડવામા આવ્યો છે.

પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના ચડાસના ગામની સીમમાંથી રફિકભાઈ ભુગરભાઈ સિંધી નામનો વ્યક્તિ પાસેથી દેશી બનાવટની બંદૂક ( ખડનીયું) પકડવામા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સરસ્વતી પોલીસ સ્ટેશનના  કિંબુવા ગામની સીમમાંથી પણ દેશી બંદૂક સાથે લાખિયારભાઈ સુલતાનભાઈ સિંધી નામના વ્યક્તિને પકડવામાં આવ્યો છે. 

Advertisement


 

 

 

 

 

તેમજ સિદ્ધપુર શહેરમા  આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમા એસ ઓ જી દ્વારા દરોડો પાડી પંચોલી પરેશભાઈ કૌશિકકુમારને અનૈતિક દેહવ્યાપારના ગુનામા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આમ છેલ્લા ત્રણ જ દિવસમા પોલીસ દ્વારા ઉમદા કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી એસ ઓ જી શાખામા પ્રાણ ફૂકાયા છે. એવી  નગરજનોમા ચર્ચા ચાલી રહી છે. સાથે ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્ય મંત્રી દ્વારા  એસ ઓ જી ના પોલીસ ઇન્સ્પેકટર આર કે અમીનને સારી  કામગીરી માટે થોડા સમય પહેલા બિરદાવવામા પણ આવ્યા હતા.