દેવલ જાદવ (મેરાન્યૂઝ.પાટણ): ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેમાં વધારાને લઈને સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ થઈ ગયા છે. પોલીસ કર્મચારીની સાથે સાથે હવે પોલીસ પરિવારની મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. આજે બપોરે પાટણના પોલીસ પરિવારની મહિલાઓ થાળી વગાડતા રોડ પર નીકળીને પોલીસ સ્ટેશન ગયા હતા. તેમજ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ પોલીસકર્મીઓ અને તેમના પરિવારના સભ્યો આંદોલનમાં જોડાઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કોન્સ્ટેબલ એસપી ઓફીસ આગળ ઘરણા ઉપર બેઠા છે. ગઈ કાલે અમદાવાદના એક પોલીસકર્મીની વિધાનસભા આગળ ધરણા કરવા માટે અટકાયત કરવામાં આવી હતી હવે પાટણમાં એસપી ઓફિસ આગળ ધરણા ઉપર બેઠેલાં આ પોલીસ કર્મચારીઓનું શુ થશે તે જોવું રહ્યું.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ ગૃહ રાજ્ય મંત્રીએ બાંહેધરી આપી છે કે ગ્રેડ પે માટે એક સમિતિની રચના કરવામાં આવશે જેમાં પોલીસ પરિવારની મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યાં સુધી આ સમિતિની રચના નહીં થાય અને પોલીસકર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે.