મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરમાં પોલ્યૂશ સામે કામગીરી શું થઈ રહી છે તેને લઈને આજે પાર્લિયામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીની ફોર અર્બન ડેવલપમેન્ટની મીટિંગ બોલાવાઈ હતી. જોકે સિનિયર અધિકારીઓના ન આવવાને કારણે મીટિંગ થોડી જ મીનીટોમાં પુરી કરી દેવાઈ હતી. આ સ્ટેન્ડિંગ કમિટીની પહેલી મીટિંગ હતી. કમીટીમાં કુલ 30 સદસ્યો છે અને તેમાંથી ફક્ત 5 જ પહોંચ્યા હતા.

દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને લઈને શું પગલા લેવાયા છે અને આગળ કયા પગલા ભરવામાં આવે તેની જાણકારી મેળવવા માટે મીટિંગમાં ડીડીએના વાઈસ ચેરમેન, એનડીએમસીના વાઈસ ચેરમેન, એમસીડીના ત્રણેય કમિશનર, પર્યાવરણ મંત્રાલયના સેક્રેટરી અને શહેરી વિકાસ મંત્રાલયના સેક્રેટરીને બોલાવાયા હતા. પરંતુ આ મીટિંગમાં એક પણ સિનિયર અધિકારી પહોંચ્યા નહીં.

મીટિંગમાં સદસ્યોના ન આવ્યાની વાત હવે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સુધી પહોંચી ચુકી છે. તેમણે કહ્યું કે તે ખુદ જાણકારી લેશે કે અધિકારી મીટિંગમાં કેમ ન્હોતા આવ્યા. તે બોલ્યા કે અમે પ્રદુષણને લઈને ઘણા ગંભીર છીએ. તેને ઓછું કરવા માટે જાહેર પ્રયાસો જરૂરી છે.

દિલ્હીના ત્રણેય એમસીડી કમિશનર મીટિંગમાં ન હતા. એનડીએમસીના સીનિયર અધિકારીના ન આવવાના કારણે તેમનું પ્રેજન્ટેશન પણ જોવા મળ્યું નહીં, તેમને એવું પ્રેઝન્ટેશન આપવાનું હતું કે દિલ્હીમાં પોલ્યૂશન કેી રીતે ઓછું થઈ શકે છે. પર્યાવરણ મંત્રાલયના સેક્રેટરીને પણ બોલાવાયા તા પણ તે પણ ન આવ્યા, પર્યાવરણ મંત્રાલયથી કોઈ પણ સીનિયર અધિકારી પણ ન્હોતા આવ્યા, બસ ડેપ્યૂટી સેક્રેટરીને મોકલી દીધા હતા.

સૂત્રોના મુજબ કમિટિ ચેરમેન જગદંબિકા પાલએ આને લઈ ઘણી નારાજગી વ્યક્ત કરી છે કે આ પ્રકારની બાબત બિલકુલ ઠીક નથી. જે અધિકારીઓને બોલાવાયા હતા તેમને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી અને હવે તેમને આગામી મીટિંગમાં તેના પર ચર્ચા કરવી પડશે. સૂત્રો મુજબ આગામી મીટિંગ 20 નવેમ્બરે થાય તેવી શક્યતાઓ છે. અધિકારીઓના ન આવવાના કારણે નારાજ ચેરમેન લોકસભા સ્પીકરને ચીઠ્ઠી લખશે અને અધિકારીઓની બેજવાબદારીની જાણકારી આપશે તેવી વિગતો મળી છે. કેન્દ્ર સરકારની અર્બન ડેવ્લમેન્ટ મિનિસ્ટ્રીએ પ્રદુષણ સાથે ઝૂંઝવા માટે તમામ રાજ્યોને 1192 કરોડ રૂપિયા આપ્યા હતા પછી અલગથી દિલ્હી એમસીડીને 262 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. રૂપિયા ખર્ચ્યા છતાં જો આવું થતું રહે તો દિલ્હી ક્યાં જઈને ઊભું રહેશે તે હવે એક સવાલ છે.