મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે જામીન આપી ઉપલી કોર્ટમાં અરજી કરવાનો સમય આપ્યો હતો. આમ સજાની એક પણ દિવસની અમલવારી નહીં થવા સાથે કોર્ટે નિષ્પક્ષતા સાબિત કરવાનો સમય આવ્યો હોવા છતાં ભાજપે સત્તાનો દૂરઉપયોગ કરી તેમને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી અને એના નેતૃવને ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, આવતા દિવસોમાં ઉપલી કોર્ટમાં સ્પીકરના આ નિર્ણયને ચેલેન્જ કરશું. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, 'ન્યાય ના દરબારમાં દેર સહી અંધેર નથી, સત્યનો જરૂરથી વિજય થશે'.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ તળે રાજકીય અધપતનની નિશાની સમાન આજનો એક નિર્ણય ગુજરાત વિધાનસભાની અંદર કરવામાં આવ્યો છે. તાલાળા ના ધારાસભ્ય, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન, આહીર સમાજના અગ્રણી એવા ભગાભાઈ બારડ તાલાળા થી ગુજરાત વિધાનસભામાં તેઓ પ્રતિનિધિ કરી રહ્યા છે. ૧૯૯૫ ના એક કેસ તળે નીચલી કોર્ટમાં પેલી તારીખે એમને ૨ વર્ષ કરતા વધુ સજા ફરમાવી અને તુરંત ભગાભાઈને જામીન આપી અને ૩૦ દિવસ માટે મોખુફ રાખવામાં આવી હતી. આ સાથે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે ની મંજુરી આપી હતી, ત્યારે એક પણ દિવસ એ સજાની અમલવારી ધારાસભ્ય ઉપર નથી થઇ તેમને નિષ્પક્ષતા સાબિત કરવા માટેનો પુરતો અવસર કોર્ટે આપ્યો હતો એમ છતાં ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વએ સત્તા નો દુરઉપયોગ કર્યો છે. નામદાર કોર્ટે ૩૦ દિવસ સુધી પોતાને અપીલ કરવા માટે અવસર આપવા સાથે એક પણ દિવસની સજા કાપ્યા વગર એમને જામીન આપ્યા હોવા છતાં ગુજરાત વિધાનસભાના સ્પીકરે ભગાભાઈને ખુલાસો કરવાની પુરતી તક આપવાના બદલે સીધા જ સસ્પેન્ડ કરી લોકસભાની ચુંટણી માટે ભાજપાની બોખલાહટ ખુલી કરી છે.