મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજ: સોશીયલ મીડિયાના દૂરઉપયોગના અનેક કિસ્સા સાંભળવામાં આવે છે પણ સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગથી એક માતા-પિતાને તેમનો અપહ્યત બાળક મળી ગયું છે. પોલીસે પણ તેમાં મહત્વની જવાબદારી નિભાવી હતી. મેઘરજ બજારમાં માતા-પિતા થી વિખુટુ પડેલ બાળક રડતી હાલતમાં મળી આવતા આજુબાજુમાં બાળકના માતા-પીતાની તપાસ કરતા કોઈ મળી ન આવતા પોલીસે રડતા બાળકને શાંત કરવા રમકડાં લઇ આપી નાસ્તો કરાવ્યો હતો અને બાળકને વાલી વરસને શોધવા સોશ્યલ મીડિયાનો સહારો લેતા બાળકના શ્રમીક માતા-પિતા બાળક મેઘરજ પોલીસ સ્ટેશનમાં સુરક્ષીત હોવાનો અહેસાસ થવાની સાથે તાબડતોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પુત્રને જોતા માતા-પિતાની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા હતા અને પોલીસનો આભાર માન્યો હતો.

Advertisement


 

 

 

 

 

મેઘરજ પીઆઈ એમ.ડી પંચાલ અને તેમની ટીમ બજારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બજારમાં રડતું બાળક મળી આવ્યું હતું બાળકને માતા - પિતા સુધી પહોંચાડવા પોલીસે પ્રથમ બાળકની પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો પણ નામ સિવાય ખાસ વિગત મળી નહિ માટે પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો.પોલીસકર્મીઓ અને મીડિયાના તમામ ગ્રુપમાં એકબીજાની મદદથી  બાળકનો ફોટો અને સંપર્કની માહિતી પોસ્ટ કરાઈ હતી.બીજી બાજુ ગુમ બાળકના માતા-પિતા પણ પુત્ર ગુમ થતા બેબાકળા બન્યા હતા અને શોધખોળ હાથધરી હતી ત્યારે આ અંગે બાળકના પીતાને જાણ થતા માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળક તેમનું જ હોવાની પુરતી ખાતરી કર્યા પછી માતા-પિતાને સુપ્રત કર્યું હતું સોશ્યલ મીડિયા અને પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં ગુમ બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

દાહોદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનું પરીવાર મેઘરજ બજારમાં કામકાજ અર્થે આવ્યું હોવાનું અને બાળક ગુમ થઇ ગયું હોવાનું બાળકના માતા-પિતાએ જણાવ્યું હતું રાજુભાઈ કમળીનો ગુમ થયેલ વ્હાલો સોયો પુત્ર યાકુબ મળી આવતા મેઘરજ પોલીસની સરાહના કરી હતી.