મેરાન્યૂઝ નેટવર્ક.શિવરાજપૂર, પંચમહાલઃ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે ખાનગી ક્લિનીક ચલાવતા નકલી ડોકટરને જીલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે સવા બે લાખથી વધુના દવાઓ, સામગ્રી સહિતના મૂદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો,બોગસ ડોકટર સામે આરોગ્ય વિભાગ દ્વારા પાવાગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનૂસાર હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે.આવા કપરા સમયમાં ડોકટર્સ રાતદિવસ કોરોના વોરિયર્સ બનીને કોવિડના દર્દીઓની સેવા કરી રહ્યા છે.આ પરિસ્થીતીનો લાભ કેટલાક બની બેઠેલા ડીગ્રી વગરના નકલી ડોકટર્સ ઉઠાવી રહ્યા છે.પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે એક આધેડ ઉમરનો વ્યક્તિ કોઇ પણ જાતની ડીગ્રી વિના ખાનગી ક્લિનીક ચલાવી રહ્યો છે.

Advertisement


 

 

 

 

 

એસઓજીએ શિવરાજપુર ખાતે ચોડા ફળિયામાં રહેતા 59 વર્ષીય આધેડ નકલી ડોકટર ગિરીશભાઈ પ્રમોદભાઈ પટેલના ખાનગી ક્લિનિકમાં છાપો મારી તબીબી પ્રેક્ટિસ કરવા માટેના પુરાવા અને સરકાર માન્ય તબીબી સર્ટિફિકેટ અને ડિગ્રી માગતા મળી આવ્યા ન હતા.એસઓજી પોલીસે એલોપેથી દવાઓ,જરૂરી સાધનસામગ્રીઓ સહિત સવા બે લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર જે.આર.પારગીએ ફરિયાદ નોંધાવતા પાવાગઢ પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોધનીય છેકે પંચમહાલમા બે દિવસ પહેલા કાલોલ તાલૂકામાંથી બે નકલી ડોકટરો પકડાવાની શાહી સૂકાઇ નથી.ત્યારે શિવરાજપૂરમાં આ નકલી મૂન્નાભાઈ એમબીબીએસ ઝડપાતા આવા જીલ્લામાં કેટલા નકલી મૂન્નાભાઇઓ ડીગ્રી વગર ક્લિનિક ખોલીને બેઠા છે.!!  તે બાબતે તંત્ર તપાસ હાથ ધરે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.