મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલ: પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે શહેરા તાલુકાના અણિયાદ ગામના લાલશેરી ફળીયામાં રેડ કરીને રહેણાક ઘરમાં છુપાવીને રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો ઝડપી આપી સંતાડી રાખનારા રાજેશભાઈ નામના ઇસમ સામે  ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. ઘરમાંથી વિદેશી દારૂના કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ નંગ-૯૬૦ કિ.રૂ.૮૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં ઘરમા બૂટલેગરો દારૂનો જથ્થો સંતાડી રાખીને વેપલો કરવાના કિસ્સાઓ બનતા રહે છે. પંચમહાલ પોલીસની ટીમ આવા બૂટલેગરો સામે લાલ આંખ પણ કરે છે. પંચમહાલ પોલીસ વડા લીના પાટીલનાએ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા જરૂરી સુચના પોલીસ વિભાગને આપવામા આવી હતી. જીલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે શહેરા તાલુકાના અણીયાદ ગામે લાલસરી ફળીયામાં રહેતો રાજેશભાઈ ઉર્ફે લાલો સરજનભાઇ ચૌહાણ નામનો ઈસમ ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સંતાડી રાખી વેચાણ કરે છે. આથી એલસીબીના પી.એસ.આઈ આઇ.એ.સિસોદીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા અણીયાદ ગામે આવેલા લાલસરી ફળીયામાં બાતમીવાળા ઇસમના ઘરે રેડ કરતા ૮૬,૪૦૦ હજાર રૂપિયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી રાજેશભાઈ ઉર્ફે લાલો સરજનભાઇ ચૌહાણ રહે. અણિયાદ લાલસરી ફળીયું તા.શહેરા જી. પંચમહાલ સામે કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

Advertisement


 

 

 

 

 

દારૂની હેરાફેરી પર સ્થાનિક પોલીસ ચાંપતી નજર રાખે તે જરૂરી 

શહેરા તાલુકાના અણિયાદ ગામના લાલસરી ફળીયામાંથી દારૂનો જથ્થો એલસીબી પોલીસને શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ દારૂનો જથ્થો કયાંથી લાવામાં આવ્યો હતો. તેતો પોલીસ તપાસનો વિષય છે પરંતુ આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારોને રિઝાવવા દારૂની વહેંચણી કરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. સ્થાનિક પોલીસ દ્વારા અત્યારથી જ શહેરાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રેટોંલિંગ કરવામાં આવે તો આ હેરાફેરી પર રોક લાગી શકે તેમ છે. ઘણીવાર ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલમાં દારૂના કારણે ઝગડાઓ પણ થતા હોય છે. પોલીસ ચાંપતી નજર રાખે તે ઇચ્છનીય છે.