મેરાન્યૂઝ.નેટવર્ક.ગોધરા: પંચમહાલ જીલ્લામા ગોધરા ખાતે  ગુજરાત મહીલા આયોગ ગાધીનગર  અને  શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગુદુકપુર ખાતે આવેલી સરકારી પોલીટેકનિક કોલેજના ઓડીટોરિયમ ખાતે મહિલા કાયદાકિય જાગૃતિ અંતર્ગત સ્ત્રી સમાજ કાયદો વિષય ઉપર સેમિનારનુ  આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ગુજરાત મહીલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલિયા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
       
લીલાબેન અંકોલિયાએ જણાવ્યુ હતુ કે ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ખાતે  અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કાયદાનુ જ્ઞાન મળે તેમજ તેમને મળેલા હકોથી માહીતગાર થાય,અને સમાજમાં રહેલા દુષણો કેવી રીતે દુર કરી શકાય. અમે બહેનો શિક્ષીત બને તેમજ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે, સમાજમા ભાઈઓ અને બહેનો પોતાનુ યોગદાન આપી શકે સારા સમાજ બનાવા કટીબધ્ધ બને તે હેતુથી આ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વધુમાં તેમને જણાવ્યુ હતુ.હાલમાં જે શિવાંસ નામના બાળક મળી આવ્યા બાદ તેની માતાની મહેદીની પણ તેના પ્રેમી દ્વારા હત્યા કરી દેવાના બનાવને વખોડી કાઢ્યો હતો. તેમને જણાવ્યુ  હતુ.ઘણીવાર સમજણ ન હોવાને કારણે સમજણ ન હોવાને કારણે મહીલાઓ ફસાઈ જાય છે. તેમને જણાવ્યુ કે દુષણો દુર કરવા માટે શિક્ષિત બનવુ જરુરી છે. વધુમાં ગુજરાત મહિલા આયોગ કઈ રીતે કામ કરે છે, તે વિશે પણ જણાવ્યુ હતુ. પંચમહાલ જીલ્લા પોલીસ વડા લીનાબેન પાટીલે પણ વિષયને અનુરુપ વ્યકત્વ આપ્યુ હતુ. આ પ્રંસગે વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, રજીસ્ટાર અનિલ સોલંકી, મિડીયા કન્વીનર અજય સોની સહીત વિવિધ ફેક્લટીના અધ્યાપકો તેમજ કોલેજોમાંથી આવેલી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતા.