મેરાન્યૂઝ નેટવર્ક.હાલોલ: પંચમહાલમાં ગુજરાત ફ્લોરો લી. કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં કામદારોના મોત અને ઘાયલ થયાની ઘટના બની હતી. આ ઘટનાનો ધડાકો એટલો પ્રચંડ હતો કે કિલોમીટરો સુધી તેને સાંભળી શકાયો હતો. પોલીસ, એમ્બ્યૂલન્સ અને ફાયર બ્રિગેડ સહિત સ્થાનીક તંત્ર પણ અહીં તુરંત દોડી આવ્યું હતું. આ ઘટનાની તપાસ માટે રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેને લઇને જેટલા કામદારોના મોત અને અન્ય મજૂરો ઘાયલ થયા હતા. પંચમહાલ જિલ્લામાં આવેલી ઔધોગિક વસાહતમાં અગાઉ પણ આગ લાગવાના બનાવો બન્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા રેન્જ આઇજી દ્વારા જીએફએલ બ્લાસ્ટ મામલે તપાસ માટે SITની કરવામાં આવી છે.
હાલોલ ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બ્લાસ્ટના મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરશે. આ ટીમમાં તેમની સાથે સીપીઆઈ હાલોલ, રાજગઢ પીએસઆઈ, એલસીબી પીએસઆઇ સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત રીતે સાયન્ટિફિક પાસાઓને ધ્યાને લઈ SIT તપાસ કરાશે. વધુમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો કડક પગલાં લેવામાં આવશે. આ મામલે હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામા આવી છે. નોંધનીય છે કે તપાસ દરમ્યાન કંપની બહાર અને અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. સાથે જ્યાં સુધી તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી કંપનીના પ્લાન્ટ બંધ રહેશે.