મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ હાલમાં કોરોનાના કેસ કુદકેને ભૂસ્કે વધી રહ્યા છે લગભગ જે લોકોને કોરોના થયો નથી તેમાંથી ઘણાઓને હવે તેની ગંભીરતા રહી નથી તે આપણે આસપાસ થતી ગતિવિધિઓ પરથી અંદાજીએ છીએ. એક સમયે લોકડાઉન દરમિયાન લોકોમાં કેટલીક બાબતે જાગૃત્તા જોવા મળતી હતી જે હવે નહીં. અમદાવાદના જેમ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એક તબક્કે કહી શકીએ કે બેકાબૂ બન્યો છે. સુરત કોર્પોરેશને આ બાબતને ગંભીરતાથી લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આવો જ નિર્ણય રાજકોટમાં થાય તેવી વાતો ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત નથી.પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતાં ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા કોર્પોરેશન કમિશનરએ આદેશ આપ્યો છે. 7 દિવસ સુધી સુરતના કતારગામ, વરાછા એ અને બી ઝોનમાં પાનના ગલ્લા બંધ રહેશે. બીજી બાજુ રાજકોટમાં કોર્પોરેશનના કમિશનરે કહ્યું કે, ચા-પાનની દુકાનો પર લોકોની ભીડ જોવા મળશે તો હવે તેને બંધ કરવામાં આવશે. જોકે હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ સુરતમાં તો ત્રણ ઝોનની દુકાનો પર હાલ લોકડાઉન થઈ જ ગયું. રાજકોટને તકેદારીઓ રાખવામાં ધ્યાન રાખવું જરૂરી છે જો ધંધા ચલાવવા હોય તો અને આવું જ ગુજરાતના અન્ય શહેરોને પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે જો જીવ વ્હાલો હોય તો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતાં ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા કોર્પોરેશન કમિશનરએ આદેશ આપ્યો છે. 7 દિવસ સુધી સુરતના કતારગામ, વરાછા એ અને બી ઝોનમાં પાનના ગલ્લા બંધ રહેશે. બીજી બાજુ રાજકોટમાં કોર્પોરેશનના કમિશનરે કહ્યું કે, ચા-પાનની દુકાનો પર લોકોની ભીડ જોવા મળશે તો હવે તેને બંધ કરવામાં આવશે. જોકે હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ સુરતમાં તો ત્રણ ઝોનની દુકાનો પર હાલ લોકડાઉન થઈ જ ગયું. રાજકોટને તકેદારીઓ રાખવામાં ધ્યાન રાખવું જરૂરી છે જો ધંધા ચલાવવા હોય તો અને આવું જ ગુજરાતના અન્ય શહેરોને પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે જો જીવ વ્હાલો હોય તો.