મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જો આપે હજુ સુધી પાન (પર્મનેન્ટ અકાઉન્ટ નંબર)ને પોતાના આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમારી પાસે હવે તેના માટે ફક્ત બે દિવસ જ બાકી છે એટલે કે આજની 30મી તારીખ અને આવતીકાલે 31મી માર્ચ સુધીનો સમય બચ્યો છે. અને જો આ તારીખ સુધી તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક નહીં થયું તો તેના પર રૂપિયા 1000 નો દંડ તમારે ભરવો પડે તેમ છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે ઘણીવાર આધાર સાથે પાન કાર્ડને લીંક કરવાની અવધી વધારી હતી, પરંતુ હવે આવું ન કરવાની સ્થિતિમાં દંડ લેવામાં આવશે. ત્યાં જ કાર્ડ હોલ્ડર્સના પાન કાર્ડને પણ અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે (23મી માર્ચે) લોકસભામાં ફાઈનાન્સિયલ બિલ, 2021 પાસ કરવામાં આવ્યું હતું, જેમાં ઈન્કમટેક્સ એક્ટ 1961માં નવી કલમ 234 એચ અંતર્ગત નવી જોગવાઈ કરવામાં આવી છે કે પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવાની સ્થિતિમાં હવે કોઈપણ વ્યક્તિને વધુમાં વધુ 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે, આ ઉપરાંત તે વ્યક્તિનું પાન કાર્ડ ગેરકાયદે જાહેર થવાના કારણે તેને મુશ્કેલીમાં મુકાવું પડશે તે અલગ.

ધ્યાન રહે ઈન્કમ ટેક્સની કલમ 139 એએ (2)માં કહેવાયું છે કે દરેક વ્યક્તિ, જેની પાસે 1 જુલાઈ 2017એ પાન કાર્ડ હતું અથવા તે આધાર કાર્ડ બનાવવા યોગ્ય હતું, તો તેને પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું રહેશે. ત્યાં જ જેમની પાસે આધાર કાર્ડ છે, તેમને પોતાના રિટર્ન ફાઈલ અને પાન એલોટમેન્ટ ફોર્મમાં પોતાનો આધાર નંબર ટેક્સ અધિકારીને આપવો ફરજિયાત છે.
 

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આ વેબસાઈટ પરથી કરી શકાશે- https://www.incometaxindiaefiling.gov.in/home