મેરાન્યૂઝ નેટવર્ક.પાલનપુર: પાલનપુર- ડીસા હાઇવે પર શુક્રવારે સાંજે ગાંધીનગરની ખાણ ખનીજની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ઓવરલોડ ડમ્પર ચાલકોએ બે અધિકારીઓ અને એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ વ્યકિતઓ ઉપર હુમલો કરતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. દરમિયાન ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે એક શખ્સની અટકાયત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે ગાંધીનગરની ખાણ ખનિજની ફલાઇંગ સ્કવોડ ટીમ દ્વારા પાલનપુર – ડીસા હાઇવે ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન અહીંથી પસાર થઇ રહેલા ઓવરલોડ ડમ્પરના ચાલકોએ આ અધિકારીઓ પર અચાનક હિચકારો હુમલો કરી દેતા અને ઇજાઓ પહોંચાડતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે એક શખ્સની અટકાયત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જીલ્લા ભૂસ્તર શાસ્રી, બનાસકાંઠા ના જણાવ્યા અનુસાર 

ગાંધીનગર ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા પાલનપુર- ડીસા હાઇવે ઉપર ચેકિંગ હાથ ધરાયું હતુ. જ્યાં ચાર વાહનો ઓવરલોડ વહન કરતાં ઝડપાયા હતા. જેમને પોલીસ મથકે લઇ જવાતા હતા. ત્યારે સ્થાનિક તત્વોએ હૂમલો કર્યો હતો. આ ઘટનામાં પાલનપુરના સિક્યુરીટી ગાર્ડ સહિત કર્મચારીઓને ઇજા થવા પામી છે. જેમને સારવાર અપાયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવશે.

ખૂની હુમલાનો ભોગ બનેલ  ઇજાગ્રસ્તોના નામ

-       હસમુખભાઇ બાબુભાઇ કાનકડ (ઉ.વ. 28)

-       વીરજીભાઇ ભીખાભાઇ ચૌધરી (ઉ.વ. 50)

-       ખુશાલભાઇ ગોવિંદભાઇ આમહેડા (ઉ.વ. 23)