મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારતીય એરફોર્સનું વિમાન એએન-32 ગત સોમવાર બપોરથી ગુમ છે અને તેમાં 12 લોકો સવાર હતા અને તે હજુ સુધી નથી મળ્યું. ત્યારે પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે તેના પર એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે.

પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે ટ્વિટ કર્યું કે, "ઇન્ડિયન એરફોર્સનું એએન-32 ક્રેશ નથી થયું. ખરાબ હવામાન હોવાથી ખૂબ વાદળ છે અને રડાર તેને શોધી શકતા નથી-મિલિટ્રી સાયન્ટિસ્ટ પીએમ શ્રી નરેન્દ્ર મોદી."

વીણા મલિકના આ ટ્વિટ પર ઘણા યુઝર્સે તેને ટ્રોલ કરી સામે વળતો જવાબ પણ આપ્યો છે.