મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના કેસમાં મોતની સજા આપવામાં આવી છે. પાકિસ્તાનની વિશેષ અદાલતે પૂર્વ સૈન્ય શાસકને દોષિત માનીને મોતની સજા આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિના સામે મામલામાં સુનાવણી પેશાવર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વકાર અહેમદ સેઠના નેતૃત્વની વિશેષ અદાલતની ત્રણ સદસ્યોની પીઠે કરી હતી.

મુશર્રફ પર ત્રણ નવેમ્બર 2007એ ઈમર્જન્સી લગાવવા માટે દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનની પૂર્વ મુસ્લિમ લીગ નવાજ સરકારે આ કેસ ફાઈલ કર્યો હતો અને 2013થી આ કેસ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર 2013માં તેના સામે દેશદ્રોહનો કેસ ફાઈલ થયો હતો. તે પછી 31 માર્ચ 2014ને મુશર્રફ આરોપી જાહેર કરાયા અને તે વર્ષે સપ્ટેમ્બરમાં અભિયોજનએ તમામ પુરાવા ખાસ અદાલતની સામે મુક્યા હતા. અપીલી મંચો પર અરજીઓના કારણે પૂર્વ સૈન્ય શાસકના કેસમાં મોડું થયું અને તે મુખ્ય અદાલતો અને ગૃહમંત્રાલયની મંજુરી બાદ માર્ચ 2016માં પાકિસ્તાનથી બહાર જતા રહ્યા હતા.

તે પહેલા ત્રણ જજની બેચએ નિવેદન ઈશ્યૂ કર્યું કે દેશદ્રોહ મામલામાં 17 ડિસેમ્બરે નિર્ણય સુનાવાશે. દુબઈમાં રહેતા મુશર્રફ અને પાકિસ્તાન સરકારની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતાં ખાસ અદાલતે 28 નવેમ્બરે નિર્ણય સંભળાવવા પર પ્રતિબંધ મુક્યો હતો.

76 વર્ષિય મુશર્રફને દેશદ્રોહ મામલામાં પાચ ડિસેમ્બરે નિવેદન રેકોર્ડ કરાવવા કહ્યું હતું. જે પછી દુબઈમાં રહેતા મુશર્રફે સમર્તકોને માટે સંદેશ ઈશ્યૂ કરતાં કહ્યું હતું કે તે ઘણા બિમાર છે અને દેશ આવીને નિવેદન ફાઈલ નહીં કરી શકે. પાકિસ્તાની મીડિયાની માહિતીમાં કહેવાયું હતું કે, મુશર્રફ એક દુર્લભ પ્રકારની બિમારી અમિલૉઈડોસિસથી પીડિત છે. આ બિમારીને કારણે બચેલું પ્રોટીન શરીરના અંગોમાં જમા થવા લાગે છે. હાલ મુશર્રફની સારવાર ચાલી રહી છે.

દેશદ્રોહના આરોપોને ખારીજ કરતાં પૂર્વ સૈન્ય તનાનાશાહએ થોડા દિવસ પહેલા જ વીડિયો જાહેર કર્યો હતો જેમાં ચોખવટ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હું હંમેશા દેશની સેવા કરતો રહ્યો છું. મારા પર ગદ્દારીનો આરોપ લગાવાયો છે, મારી સમજમાં તે પુરી રીતે અયોગ્ય છે. હું દસ વર્ષ સુધી દેશની સેવા કરતો રહ્યો છું. મેં જંગ લડી છે. મારા ખ્યાલથી મારા પર દેશ સાથે ગદ્દારીનો કોઈ કેસ નથી બનતો.