મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ પીઓકેમાં ભારતીય વાયુસેનાએ મોડી રાત્રે હવાઈ હુમલો કરીને જેશ એ મહોમ્મદના આતંકીઓને ઠાર કરી દીધા. જેમાં અંદાજીત ૩૦૦થી વધુ આતંકીઓ ઠાર કરાયા હોવાના મીડિયા અહેવાલ મળી રહ્યા છે. આ અંગે નરેન્દ્ર મોદીએ પણ સેનાનો જુસ્સો વધારતાં કહ્યું કે, હું દેશને નમવા નહીં દઉ અને તેમ કહી તેમણે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપનાર સેનાની કામગીરીને બિરદાવી હતી.

આ અંગે પાકિસ્તાનમાં પણ આજ સવારથી ઘણી હલચલ મચી ગઈ છે. સ્વાભાવીક રીતે ભારતીય સેના દ્વારા કરાયેલી સ્ટ્રાઈક પાકિસ્તાનના માટે ચિતાનો વિષય તો છે જ. જોકે પાકિસ્તાનના આર્મી મેજર જનરલ આસીફ ગફૂરએ આ સ્ટ્રાઈકને ફેક સ્ટ્રાઈક કહી છે. જેનો વીડિયો પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર દર્શાવાયો છે. અહીં તે વીડિયો દર્શાવવામાં આવ્યો છે જે પાકિસ્તાની ન્યૂઝ દ્વારા તેમની યુટ્યૂબ ચેનલ પર મુકવામાં આવ્યો છે. જુઓ વીડિયો....