મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સીમા પર ભારે તંગદીલી અને ગોળીબારના વચ્ચે ભારતીય સેનાની સંભવિત એક્શનથી ડરી ગયેલા પાકિસ્તાને વિંગ કમાન્ડરને છોડી દેવાની જાહેરાત કરી છે. પાક. સંસદના સત્રને સંબોધિત કરતાં ત્યાંના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે અમનનો સંદેશ આપતાં અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી દઈશું. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના ફાઈટર પ્લેનએ ભારતીય ક્ષેત્રમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય જેટે નાકામ કરી દીધા હતા. આ કાર્યવાહીમાં પાકિસ્તાનનું એફ 16 જેટ તોડી પડાયું હતું અને આ જ દરમિયાન ભારતનું એક મિગ 21 વિમાન પણ પડી ગયું હતું જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાને ધરપકડ કરી લીધી હતી.

ગત આખી રાત્રી ભયમાં વિતાવિ પાકિસ્તાને

અભિનંદનની ધરપકડથી માહોલ ઘણો ગરમ બની ગયો હતો. એવું હતું કે અભિનંદનની ધરપકડથી ભારત ભયમાં મુકાશે પરંતુ એવું થયું નહીં. જેને પગલે માહોલ એટલો બગડી રહ્યો હતો કે પાકિસ્તાનને ભય હતો કે ભારત અભિનંદનને છોડાવવા માટે મોડી રાત્રે જ કોઈ મોટી એક્શન લઈ નાખશે. હવે આ ભય આખી રાત રહ્યો જેમાં પીએમ ઈમરાન ખાન પણ બાકાત નહીં જ હોય. કારણ કે તેમના સંબોધન દરમિયાનના તેમના અવાજમાં આ ભયને અનુભવી શકાતો હતો. તેમણે કહ્યું કે, ભારતને કાલે અમે મેસેજ મોકલ્યા છે. અમે કાલે જ પીએમ મોદી સાથે વાત પણ કરવાના પ્રયત્નો કર્યા છે. દુનિયાના ઘણા દેશો સાથે વાત કરીને તણાવ ઓછો કરાવવાના પ્રયત્નો કર્યા છે. ઈમરાને ખુદ કહ્યું કે ગત રાત્રી પાકિસ્તાનને એ આશંકા હતી કે કોઈ મિસાઈલ હુમલો થઈ શકે છે.

પાકિસ્તાની સંસદમાં બોલતા ઈમરાનએ પોતાની સરકારની પ્રસંશા પણ કરી હતી અ કહ્યું હતું કે કરતારપુર કોરિડોરને તણાવ ઓછો કરવા માટે ખોલી નાખવાનો નિર્ણય કર્યો છે. પુલવામા હુમલાથી હાથ ખંખેરતાં તેમણે કહ્યું કે, સાઉદીના ક્રાઉન પ્રિન્સ તે સમયે પાકિસ્તાન આવ્યા હતા, તેવા સમયેમાં કયો મુલ્ક પુલવામા જેવી દર્દનાક સ્થિતિને ઊભી કરશે? તેનાથી પાકિસ્તાનને શું મળતું? તેમણે કહ્યું કે ભારતના પુલવામા પર દસ્તાવેજ આજે પાકિસ્તાન પહોંચ્યા છે. તેનાથી બે દિવસ પહેલા જ ભારતે એક્શન લઈ લીધી.