મેરાન્યૂઝ.નેટવર્ક, નવી દિલ્હી: પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે 65 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ટ્રેનમાં આ ઘટના લિયાકતપુરમાં થઈ જે રહીમ યાર ખાન જિલ્લાની નજીક છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં 13થી વધુ લોકો આગની ચપેટમાં આવ્યા છે. જેમને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેજગામ એક્સપ્રેસની ત્રણ બોગીઓમાં આગી લાગી હોવાની માહિતી મળી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે એક સિલિન્ડરમાં ધમાકો થતા આ આગ લાગી છે. આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી. પોતાની જાન બચાવવા કેટલાક લોકો ટ્રેનમાંથી કુદી ગયા.

રિપોર્ટ પ્રમાણે એક મુસાફર ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈને મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ અચાનક સિલિન્ડરમાં ધમાકો થયો અને ટ્રેનમાં ભયંકર આગ લાગી. સિલિન્ડરથી આગ લાગી હોવાની પુષ્ટિ પાકિસ્તાન રેલવે અધિકારીઓએ કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ યાત્રી ટ્રેનની અંદર નાશ્તો બનાવી રહ્યો હતો. જેના કારણે આગ લાગી.