ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતથી ૧૦ લાખ ગાંસડી રૂ અને યાર્નની તથા પાંચ લાખ ટન ખાંડ આયાત કરવાની દરખાસ્ત પાકિસ્તાન સરકારે એક જ દિવસમાં નકારી કાઢી હતી. ૫ ઓગસ્ટ ૨૦૧૯ માં જમ્મુ અને કાશ્મીરનો ખાસ દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યા પછી બંને દેશ વચ્ચે વેપાર થંભી ગયો હતો. વડાપ્રધાન ઇમરાંખાનની આગેવાનીમાં ગુરુવારે મળેલી કેબિનેટ મિટિંગમાં પાકિસ્તનની ઈકોનોમિક કોઓર્ડીનેશન કમિટીની દરખાસ્તને ફગાવી દેવાઈ હતી. આ ઘટના પર ભારત તરફથી સત્તવાર રીતે કોઈ પ્રતિસાદ અપાયો નથી. 

કેબિનેટ મિટિંગ પહેલા જ વડાપ્રધાનના સહયોગી માનવ સાંસાધન પ્રધાન શીરીન મજારીએ કહ્યું હતી કે ઇસીસીના તમામ નિર્ણયોને પ્રધાનમંડળની આખરી મંજૂરી આવશ્યક હોય છે. શીરીન મજારી કાશ્મીર મુદ્દે વારંવાર નકારાત્મક ટ્વિટ કરવા માટે જાણીતા છે.

અલબત્ત, ગુરુવારે આંતરિક બાબતોના પ્રધાન શેખ રશીદ અહેમદે કહ્યું હતું કે જ્યાં સુધી નવીદિલ્હી દ્વારા કાશ્મીરનો ખાસ દરજ્જો પરત કરવામાં ન આવે ત્યાં સુધી આયાતનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. તેમેણે કહ્યું હતું કે ઓગસ્ટ ૨૦૧૯માં જ્યારે કાશ્મીરનો સંવૈધાનિક ખાસ દરજ્જો ભારતે પાછો ખેંચી લીધો ત્યારે જ, પાકિસ્તાને વેપાર અને રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મડાગાંઠ ઉકેલવામાં ગત સપ્તાહે યુનાઈટેડ આરબ અમીરાતએ બન્ને દેશ વચ્ચે અત્યંત ખાનગી વાટાઘાટો ચલાવી હતી. બુધવારે જ નવનિયુક્ત નાણાપ્રધાન હમ્મદ અઝહારને પ્રેસકોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું હતું કે ભારતે કાશ્મીરનો ખાસ દરજ્જો પરત નથી કર્યો તેમ છતાં વેપારના દરવાજા શામાટે ખોલવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું હતું કે સરકારે પાકિસ્તાનના લોકોના હિતમાં હોય તેવો નિર્ણય સરકાર લેશે.


 

 

 

 

 

અલબત્ત, ભારતથી ચીજોની કસંસ ડયુટી બાબતે કોઈ ચોખવટ નથી થઈ. ઓલ ઈન્ડિયા સ્યુગર ટ્રેડર્સ એસોસિયેશનના ચેરમેન પ્રફુલ્લ વિઠલાણીએ કહ્યું હતું કે ભારત ખાંડ નિકાસ પર ટન દીઠ રૂ. ૪૦૦૦ સબસિડી આપે છે. જહાજી માર્ગે પાકિસ્તાન પહોંચ ખર્ચ રૂ. ૬૦૦૦ થાય છે. પાકિસ્તાને ૫૦,૦૦૦ ટન ખાંડ આયાતના જાગતિક ટેન્ડર ફ્લોટ કર્યા હતા પણ સેલર્સએ ટન દીઠ ૫૦૦ ડોલર (૩૬,૬૦૦) કરતાં સોદો પડી ભાંગો હતો. આ પછી પાકિસ્તાને ભારત તરફ નજર દોડાવી હતી.

હમ્મદ અઝહારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રવર્તતા ખાંડના ભાવ કરતાં ભારતમાં ભાવ ૧૫થી ૨૦ ટકા સસ્તા છે. વર્તમાન પાકિસ્તાની રૂ મોસમ (ઓગસ્ટ ૨૦૨૦થી જુલાઇ ૨૦૨૧) ઉત્પાદન ૨૪ ટકા ઘટીને ૫૦.૧૯ લાખ ગાંસડી આવ્યું હોવાથી ભાવ ભડકે બાલી રહ્યા છે. રૂ અને યાર્નની આયાત વાઘા બોર્ડરથી આ વર્ષના જૂનથી શરૂ થઈ શકે તેમ છે. 

નાયમેક્સ રૂ વાયદમાં હાલમાં ભાવ ૭૯થી ૮૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) એટલે કે ૨૫૬ કિલોની ખાંડી દીઠ રૂ. ૪૫૮૦૦ બોલાય છે. આની તુલનાએ ભારતમાં નિકાસબર બેન્ચમાર્ક સંકર-૬રૂ નો ભાવ રૂ. ૪૫૦૦૦થી ૪૫૨૦૦ બોલાય છે. આયતા છૂટ મળે તો ખાંડના ભાવ જે કિલો દીઠ રૂ. ૧૦૦ અને ભડકે બળતા રૂના ભાવ ઘટી શકે તેમ છે. રમજાન મહિનો માથે છે ત્યારે માંગ તેની ચરમસીમાએ પહોંચશે અને ભાવ કાબુમાં રાખવાનું પાકિસ્તાન સરકારના હાથમાં નહીં રહે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)