મેરાન્યૂઝ નેટવર્ક. જમ્મુ કાશ્મીર: આંતરરાષ્ટ્રીય આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપમાં પાકિસ્તાન વિરુદ્ધ ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) આ મહિનાના અંતમાં બેઠક મળી રહી છે ત્યારે  પાકિસ્તાન હસ્તકના કાશ્મીર રસ્તે થી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ મોટા પ્રમાણમાં શસ્ત્રોની ભારતમાં દાણચોરી કરવામાં રોકાયેલા છે. જો કે, ભારતીય સેનાના જવાનોએ પાક આતંકવાદીઓની આ યોજના પર પાણી ફેરવ્યું છે. ઉત્તર કાશ્મીરના કેરણ સેક્ટરમાં સૈન્યના જવાનોએ કિશનગંગા નદીમાંથી હથિયારોની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સેનાએ રાજ્ય પોલીસ દળ સાથે સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી હાથ ધરી હતી.

સર્વેલન્સ ઇક્વિપમેન્ટની મદદથી, સેનાના જવાનોની ટુકડીએ શુક્રવારે (9 ઓક્ટોબર) રાત્રે 8 વાગ્યે લાઇન ઓફ કંટ્રોલ પર કિશન ગંગા નદી (કેજીઆર) ના કાંઠે તસ્કરીની યોજનાને શોધી કાઢી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.


 

 

 

 

 

રાત્રિનાં 10 વાગ્યાની આસપાસ, ઓપરેશનમાં રોકાયેલા જવાનનો ને  2-3 આતંકીઓ મળી આવ્યા, જે ટ્યુબમાં કેટલીક વસ્તુઓ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા,જેને કિશન ગંગા નદીના કાંઠે દોરડા વડે બાંધી હતી. સૈનિકો તરત જ સ્થળ પર પહોંચ્યા અને ત્યાંથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો . ઝડપાયેલા શસ્ત્રોમાં ચાર એકે-74 રાઇફલ્સ, આઠ મેગેઝિન, 240 એકે રાઇફલો શામેલ છે. પાકિસ્તાન સતત પીઓકે રસ્તા દ્વારા આતંકી માલની સપ્લાય કરીને કાશ્મીરમાં આતંક ફેલાવાની ફિરાકમાં રહે છે.