મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મૂ કશ્મીરના મુદ્દા પર જ્યાં ત્યાં વલખા મારી રહેલા પાકિસ્તાનને બધેથી જ ધોયા મોંઢે પાછું આવવું પડે છે. યુએન (સંયુક્ત રાષ્ટ્ર)માં શુક્રવારે ફરી આવું જ થયું હતું. પોતાના સદાબહાર દોસ્ત ચીન સાથે મળીને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સામે ષડયંત્ર રચ્યું હતું પરંતુ નવી દિલ્હીની કૂટનીતિ સામે તેમના વટાણાં વેરાઈ ગયા હતા. આ ભારતની કૂટનીતિનું જ પરિણામ હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનર્સ્થાપનના પ્રયત્નોની સરાહના પણ થઈ. યુએનએસસીના સદસ્યોએ પાકિસ્તાનની ઐપચારિક બેઠક અને આ મુદ્દા પર અનૌપચારિક નિવેદનની માગને પણ ફગાવી દીધી છે.

ભારત યુએનએસસીની બંધ રૂમમાં થયેલી બેઠકમાં સાફ કરાયું કે જમ્મૂ કશ્મીરમાં કરાયેલો સંવૈધાનિક બદલાવ ભારતનો આંતરિક મામલો છે અને તેની સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને કોઈ લેવાદેવા નથી. જમ્મૂ કશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની યુએનએસસીની સ્થાયી સદસ્ય ચીન અને પાકિસ્તાનના પ્રયત્નો સાવ ફેઈલ ગયા. બંધ રૂમમાં થયેલીબેઠક બાદ પાકિસ્તાની દૂત મલીહા લોધીએ જીતનો દાવો કર્યો હતો. જોકે યુએનએસસીએ કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. ભારતે ચીન અને પાકિતાનના દાવાને ખારીજ કરતાં મજબૂતીથી દુનિયા સામે પોતાનો પક્ષ મુક્યો.

બેઠક અંગે પુછવામાં આવતા ભારતના પ્રતિનિધિ અકબરુદ્દીને કહ્યું કે ‘જેમ ક્રિકેટરો ક્યારેય નથી કહેતા કે ડ્રેસિંગ રુમમાં શું થયું? તેવી જ રીતે ડિપ્લોમેટ પણ નથી જણાવતા કે બંધ બારણે શું વાતચીત થઇ. માત્ર એટલું કહીશ કે બંને દેશોની કોશીશો નિષ્ફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન જ્યારથી ભારતે કશ્મીરમાં વિભાજન અને 370 આર્ટિકલની જોગવાઈઓને હટાવવાનો નિર્ણય કર્યો ત્યારથી વિવિધ દેશો સામે કાકલૂદી કરી રહ્યું છે. પહેલા અમેરિકા સહિતના દેશો સામે કાકલૂદી કરવા છતાં કોઈ દેશે ઘાસ નાખ્યું નહીં આખરે રંગા-બિલ્લા જેવો તેનો જોડીદાર ચીન આખરે તેના આંસુડા લૂછવા આવ્યો અને સંયુક્ત રાષ્ટ્રમાં ઈમર્જન્સી બેઠક બોલાવાની માગ કરી. જોકે તેમાં પાકિસ્તાનને માથે હાથ મુકવામાં ચીનની જ આલોચનાઓ થઈ હતી.

સલામતિ સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાં 5 કાયમી અને 10 અસ્થાયી દેશો રોટેશન મુજબ સ્થાન પામતાં હોય છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન એ પાંચ કાયમી સભ્ય છે. હાલ જે 10 અસ્થાયી દેશો સામેલ છે તેમાં જર્મની, કુવૈત, બેલ્જિયમ, પોલેન્ડ, પેરુ, દ.આફ્રિકા, ઈન્ડોનેશિયા ઉપરાંત ત્રણ ટચૂકડાં ટાપુસમુહ દેશ છે. 

સંયુક્ત રાષ્ટ્રએ ચીનના દૂત જિયાંગ જૂનને દવો કર્યો કે જમ્મૂ કશ્મીરના મુદ્દા પર સદસ્ય દેશોએ ગંભીર ચિંતા વર્ણવી છે. સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને સાફ કહ્યું કે, જમ્મૂ કશ્મીર તેમનો આંતરિક મુદ્દો છે અને તેના પર ભારતે પોતાના સંવિધાન અનુસાર કામ કર્યું છે.