મેરાન્યૂઝ નેટવર્ક.ઉરીઃ જમ્મૂ કશ્મીરના ઉરી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી)ના પાસે પાકિસ્તાની તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન ચાલું જ રાખ્યું છે. ભારતીય સેના તેનો જોરદાર જવાબ આપી પણ રહી છે. અત્યારે પાકિસ્તાને માન્યું છે કે તેના બે જવાન માર્યા ગયા છે. તે પહેલા બુધવારે રામપુર સેક્ટરમાં ભારતીય સેનાના એક જેસીઓ શહીદ થઈ ગયા હતા. એલઓસીના પાસે થઈ રહેલા ગોળીબારમાં એક મહિલાનું પણ મોત થઈ ગયું હતું.

બુધવારે જ ઈશ્યૂ કરાયેલા પાકિસ્તાની આ કાયરતા ભર્યા પગલા પર ભારતીય સેનાએ ભારે ગોળીબાર કરતાં જોરદાર જવાબ આપ્યો હતો. ભારતની તરફથી થયેલા ગોળીબાર સહિતની કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા ઠેકાણાઓ પર નુકસાન પણ થયું છે. પાકિસ્તાને માન્યુ છે કે પીઓકેના દેવા સેક્ટરમાં બે પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. ભારતીય સેનાના એક સુબેદાર સહીદ થઈ ગયા છે.

આ પહેલા બુધવારે પાકિસ્તાનની તરફથી ઉરીના હાજીપીરમાં સવાર અંદાજીત 11 વાગ્યાને 30 મીનિટ પર ગોળીબાર શરૂ થઈ ગયો હતો. તેમાં ભારતીય સેનાના એક જેસીઓ શહીદ થઈ ગયા હતા. પાકિસ્તાનની સેનાનએ આવા વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. તેના કારણે નાગરિકો પણ તેની ઝપેટમાં ચઢી ગયા હતા. ચુરુંદા ગામમાં નસીમા નામની એક મહિલાનું તેમાં મોત થઈ ગયું હતું અને અન્ય એક ઈજાગ્ર્સત થઈ ગઈ છે.

પાકિસ્તાની સેનાએ બારામુલા જિલ્લાના ઘણા સેન્ટર્સમાં ઘણા નાગરિકો અને રક્ષા ઠેકાણાઓને હલ્કા હથિયારોથી પણ નિશાન બનાવાયા હતા. તોપોથી થયેલા હુમલાનું કારણ નિયંત્રણ રેખાના તે તરફ અંદરના વિસ્તારોમાં રહેનારા ગ્રામ્ય લોકોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો હતો.