મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જ્યારથી કશમીરમાં 370ની જોગવાઈઓને ખત્મ કરાઈ ત્યારથી જ પાકિસ્તાન લાલ-પીળું થઈ ગયું છે. આવા સમયે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર પાકિસ્તાનના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ફવાદ હુસૈનની પણ વિચાર શક્તિ જાણે તેમણે ગુમાવી દીધી હોય તેવું સામે આવ્યું છે. મોદીના જન્મદિવસે તેમણે અત્યંત શરમજનક ટ્વીટ કરી પોતાનો અસલ ચેહરો બતાવ્યો છે.

આમતો ચૌધરી ફવાદ હુસૈન માટે આ કોઈ પહેલી વાર નથી, તે આવા જ વિવાદિત અને બાળમાનસ જેવા ટ્વીટ પહેલા પણ કરતા આવ્યા છે. 17મી સપ્ટેમ્બરે જ્યારે દુનિયામાંથી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ મળી રહી છે તો પાકિસ્તાનના આ જ મંત્રીનું નિચલી ક્વૉલીટીનું ટ્વીટ ખુદ પાકિસ્તાનને જ શરમમાં મુકનારું છે. ફવાદે લખ્યું છે કે, આજનો દિવસ આપણે ગર્ભનિરોધકોનું મહત્વ સમજાવે છે #ModiBirthday
ફવાદના આ નિન્મ સ્તરના ટ્વીટને કારણે લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે તો કેટલાક લોકો ફવાદની જ ખીલ્લી ઉડાવતા મીમ્સ તૈયાર કરી શેર કરી રહ્યા છે. ખાસ તો એવું છે કે ખુદ પાકિસ્તાનના લોકો પણ ફવાદની આ હરકતની નિંદા કરી રહ્યા છે. કરાચીના એક ટ્વીટ હેન્ડલથી લખાયું કે, આપને કોઈ કામ નથી આપ્યા ખાન સાહેબ, જે સવાર સવારમાં અભણો જેવા ટ્વીટ શરૂ કરી દીધા.