મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બે દિવસોની જોરદાર હલચલ બાદ સીબીઆઈની ટુકડીએ બુધવારે રાત્રે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરી લીધી. તેમને સીબીઆઈના લોકઅપમાં જ રાત્રી વિતાવવી પડી જે પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સીબીઆઈએ કોર્ટ સમક્ષ તેમના 5 દિવસના રિમાનડની માગણી કરી હતી. સીબીઆઈના તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા અને પી ચિદમ્બરમની તરફથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સંઘવી, કપિલ સિબ્બલ અને વિવેક તનખાએ પક્ષ મુક્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી  કોર્ટે ઈડી સામેની પી. ચિદમ્બરમની અરજી પર 27 ઓગસ્ટે અને સીબીઆઈની સામેની અરજી પર કાલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અડધો કલાક માટે સુરક્ષિત કર્યો હતો. કોર્ટે તે પછી કાર્યવાહી આગળ વધારી હતી. કોર્ટે આ કેસમાં ચિદમ્બરમના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

કોર્ટમાં તુષાર મહેતા આઈએનએક્સ મીડિયા કેસની જાણકારી કોર્ટને આપી હતી. તેમણો કહ્યું કે અમે ચિદમ્બરમના વિરુદ્ધ એનબીડબ્લ્યૂ પણ કોર્ટથી ઈશ્યૂ કરાવી હતી. ચિદમ્મબરમ સવાલોથી બચવાના પ્રયત્નો કરે છે અને તપાસમાં સહયોગ નથી આપતા.

તુષાર મહેતાએ કોર્ટમાં તેથી આગળ કહ્યું, રિમાન્ડની જરૂર એટલે છે કારણ કે આ મામલામાં બાકી આરોપીઓ અને મુખ્ય દસ્તાવેજો સુધી પહોંચી શકાય. ડીએચસીથી પહેલા મળેલી રાહતનો દુરુપયોગ કરાયો. તેમણે ડીએસસીના હાલના નિર્ણયનો હવાલો આપ્યો હતો. મહેતાએ આગળ કહ્યું કે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં માન્યું છે કે ગુનાની ગંભીરતા એટલી વધુ છે કે ધરપકડને રોકવી આગળ શક્ય બનશે નહીં. તપાસ યોગ્ય દિશામાં ત્યારે જ વધી શકશે, જ્યારે ચિદમ્બરમને આગળ કસ્ટડીમાં લેવામાં આવે. મની લોન્ડ્રીંગનો આ ક્લાસિક કેસ નથી. મની ટ્રેલની જાણકારી મેળવવી જરૂરી છે.

સીબીઆઈનો પક્ષ પૂર્ણ થઈ ગયો તે પછી પી. ચિદમ્બરમની તરફથી કપિલ સિબ્બલએ ચર્ચા શરૂ કરી હતી. આ મામલામાં જામીન મળી ચુક્યા છે. સીએ ભાસ્કરણને પણ જામીન મળી ચુક્યા છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન તુષાર મહેતાએ ચિદમ્બરમને ખુરશીમાં બેસી જવાની ઓફર કરી પણ ચિદમ્બરમએ ના પાડી. તે કોર્ટ રૂમમાં ઊભા જ રહ્યા.