મેરાન્યૂઝ નેટવર્ક.નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકમાં એક હોસ્પિટલના બહાર ઓક્સીજન ટેન્કર લીક થવાના કારણે 22 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાના કારણે ઓક્સીજન સપ્લાયની વ્યવસ્થાને અડધોકલાક રોકવી પડી. પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, આ ઘટના શહેરના જાકિર હુસૈન હોસ્પિટલ પાસે બની છે. 80માંથી અંદાજે 31 દર્દીને ઓક્સીજનની જરૂરત હતી, તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ટેંકરના વાલ્વમાં લીકેજના કારણે નાસિકમાં મોટો ઓક્સીજન લીકેજ થયો હતો. આ અંગે વધુ જાણકારી મળવાની બાકી છે.

ગેસ પુરા વિસ્તારમાં ફેલાઈ ગઈ જેના કારણે ગભરામણની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પાંચ ફાયર ટ્રેકને લીકેજ રોકવા માટે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. લીકેજને નિયંત્રિત કરવાનું કામ (આ લખાય છે ત્યારે) ચાલુ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા માજિદ મેનને ટ્વીટમાં લખ્યું કે નાસિકમાં ટેન્કરથી ઓક્સીજન લીક થવાના કારણે ઘણા લીટર ઓક્સીજનનું નુકસાન થયું છે અને હોસ્પિટલમાં ગભરામણની સ્થિતિ નિર્મિત થઈ છે. આ બેદરકારી માટે જે પણ કારણભૂત છે, તેમની ઓળખ થવી જોઈએ અને તેમને સજા મળવી જોઈએ.