મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ધન પાછળ પાગલ માણસ ધન કરતાં મન કમાય તો તે તેને અંત સુધી કામ આવતું હોય છે. આપણા દેશમાં ઘણા ગરીબો એવા પણ છે કે જેમના અવસાન વખતે લોકોના ટોળા હોય અને ઘણા અમિરો એવા પણ છે કે મોત સમયે સાવ એકલા પડી ગયા હોય. આ એખ પીડા દાયક ક્ષણ કહી શકાય. કારણ કે અંતિમશ્વાસ ચાલતા હોય તે ત્યારે જ પોતાનું કોઈ ન હોય કે જેને જતાં પહેલા શાંતિથી નિહાળી લેવાય તો આ કેવી સ્થિતિ છે જરા વિચાર માત્ર ધ્રુજાવી દે. આવી જ એક ઘટના મુંબઈમાં બની છે. મુંબઈના નેપિયન સી રોડ સ્થિત 200 કરોડ રૂપિયાના સંપત્તિના માલિક નિખિલ ઝાવેરીનું બુધવારે ન્યૂમોનિયાથી મોત થું હતું. ઝાવેરી બે વર્ષથી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનારા ઝાવેરીના પરિવારનું કોઈ પણ વ્યક્તિ તેમના મોત સમયે ત્યાં ન હતું. પોલીસે ઘણી મહેનત બાદ તેમના દિકરાનો સંપર્ક મેળવ્યો અને તેને તેમના મોતની જાણકારી આપી.

નિખિલ ઝાવેરી ગત ઘણા વર્ષોથી ગંભીર શારીરિક અને માનસિક બિમારીઓથી પીડાઈ રહ્યા હતા. વર્ષ 2013માં તે અચાનક કાંદીવલી સ્થિત તેમની બહેનના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. બાદમાં તેમને બોરીવલી પોલીસ સ્ટેશન પાસેથી શોધી કઢાયા હતા અને કોઈ એજન્સી દ્વારા સંચાલિત આશ્રમમાં મોકલી દેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2014માં તેમની ઓળખ નિખિલ વિઠ્ઠલદાસ ઝાવેરી તરીકે કરાઈ હતી. તે જ વર્ષે ઓગસ્ટમાં ગિરગાંવના એક હોસ્પિટલમાં તેમને દાખલ પણ કરાયા હતા જ્યાં તે 2017 સુધી એડમિટ રહ્યા.

હોસ્પિટલનું બિલ પણ બાકી

આ પછી કર્ટે તેમને જેજે હોસ્પિટલમાં ભરતી કરવાનો આદેશ કર્યો. તે સાથે જ કોર્ટે ઝાવેરી સંપત્તિઓને લઈને થર્ડ પાર્ટી દ્વારા કોઈ રીતની ડીલ કરવા પર પ્રતિબંધ મુકી દીધો અને પ્રોપર્ટીના સંરક્ષણ માટે રિસીવર નિયુક્ત કરી દીધો. જેજે હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે ઝાવેરી અહીં બે વર્ષ દાખલ હતા પરંતુ તેમના પરિવારનું કોઈ સદસ્ય તેમની દેખભાળ માટે આવ્યું ન હતું. તેમણે કહ્યું કે ઝાવેરીનું અંદાજીત હાલ હોસ્પિટલમાં દોઢેક લાખનું બિલ બાકી છે. 

જાણકારી મુજબ, ઝાવેરીએ બે લગ્ન કર્યા હતા અને બંને પત્નીઓથી તેમના છૂટાછેડા થઈ ચુક્યા હતા. તેમની બીજી પત્નીથી તેમને એક દિકરો પણ છે, જે વિદેશમાં રહે છે. ઝાવેરીના મોત બાદ પોલીસે ભારે જહેમત પછી તેમના દિકરા રેયાનનો સંપર્ક કર્યો. પોલીસે કહ્યું કે રેયાન વિદેશમાં છે અને તે શુક્રવારે પોતાના પિતાનો શબ લેવા મુંબઈ આવશે.

સંપત્તિ દરેકને જોઈતી હતી

ઝાવેરીની સંપત્તિઓને લઈને તેમની પૂર્વ પત્ની, દિકરા અને તેમની બહેનોના પતિ વચ્ચે વિવાદ છે. કહેવાયું કે ઝાવેરીની પહેલી પત્ની દિપ્તી પંચાલએ તેમની સંપત્તિ પર પોતાનો દાવો કરતાં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તે પછી રેયાનએ પંચાલ સામે નકલી રીતે પિતાની સહી કરીને સોગંદનામું દાખલ કરાયું હોવાનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરાઈ હતી.

આ ઉપરાંત તેમણે પંચાલની મદદ કરવાના આરોપમાં ઝાવેરીની ત્રણ બહેનોના પતિ મુરલી મેહતા, નિતિન પારેખ અને શૈલેશ પારેખ સામે પણ કેસ કર્યો હતો. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફિસ વિંગ મામલાની તપાસ કરી રહી છે. પણ જે પણ હોય પોતાની પાસે 200 કરોડની સંપત્તિ છતાં અંતિમ સમયે તેમની પાસે કોઈ નહીં. સ્નેહિજનોનો સ્નેહ તેમના રૂપિયા પાછળ રહ્યો પણ તે પોતે તે સ્નેહ ન મેળવી શક્યા તે તેમના માટે બદનસીબી કહી શકાય.