મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જો તમારી કોઈ અચલ સંપત્તિ પર કોઈએ કબ્જો જમાવ્યો છે તો તેને ત્યાંથી હટાવામાંલેટ લતીફી ન કરતાં. પોતાની સંપત્તિ પર બીજાના ગેરકાયદે કબ્જાને પડકાર આપવામાં મોડું કર્યું તો સંભવ છે કે તે તમારા હાથથી હંમેશા માટે નીકળી જાય. ખરેખર સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં એક મોટો નિર્ણય કર્યો છે.
જે અંતર્ગત, જો વાસ્તવિક કે કાયદાકિય માલિક પપોતાની અચલ સંપત્તિને ગેરકાયદે કબ્જાથી પોતાના આધીન લેવા માટે સમયસીમાના અંદર પગલું ન ઉઠાવી શકે તો તેમનો માલિકી હક્ક સમાપ્ત થઈ જશે અને તે અચલ સંપત્તિ પર જેનો કબ્જો હતો, તેને જ કાયદાકીય રીતે માલિકીનો હક્ક પણ મળશે. જોકે સુપ્રીમ કોર્ટએ પોતાના નિર્ણયમાં એ પણણણ સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી જમીન અતિક્રમણને તેના અન્ડરમાં ન રાખવામાં આવે, એટલે કે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો થશે તો કબ્જેદારને ક્યારેય જમીનની કાયદાકીય માન્યતા મળેશે નહીં.
લિમિટેશન એક્ટ 1963ના અંતર્ગત અંગત અચલ સંપત્તિ પર લિમિટેશન (પરિસીમન)ની વૈદ્યાનિક સમયગાળો 12 વર્ષ જ્યારે સરકારી અચલ ચંપત્તીના મામલામાં 30 વર્ષ છે. આ ગણતરી કબ્જાના દિવસથી શરૂ થાય છે. સુપ્રીમ કોર્ટના જજો જસ્ટીસ અરૂણ મિશ્રા, જસ્ટીસ એસ અબ્દુલ નજીર અને જસ્ટીસ એમઆર શાહની બેન્ચની તેના પર કાયદાકીય જોગવાઈઓની વ્યાખ્યા પુરી કરતાં કહ્યું કે, કાયદો તે વ્યક્તિના સાથે છે જેણે અચલ સંપત્તિ પર 12 વર્ષથી વધુ સમય સુધી કબ્જો રાખ્યો હોય. જો 12 વર્ષ બાદ તેને ત્યાંથી હટાવાયો તો તેની પાસે સંપત્તિ પર ફરી અધિકાર મેળવવા માટે કાયદાકીય શરણમાં જવાનો અધિકાર છે.
બેન્ચએ કહ્યું કે, અમારો નિર્ણય સંપત્તિ પર જેનો કબ્જો છે, તેને કોઈ બીજા વ્યક્તિ વગર યોગ્ય કાયદાકીય કર્યવાહીએ ત્યાંથી હટાવી નથી શ્કતો. જો કોઈ 12 વર્ષથી વધુ ગેરકાયદે કબ્જો રાખે છે તો કાયદાથી માલિકી તેની પાસે જાય છે જુની માલિકી રહેતી નથી. માલિકીનો હક્ક (ટાઈટલ) કે હિસ્સો (ઈંટ્રેસ્ટ) મળી જવાથી તેને વાદી કાયદાના અનુચ્છેદ 65ના અંતર્ગત તલવારની જેમ ઉપયોગ કરી શકે છે. ત્યાં પ્રતિવાદીના માટે આ એક સુરક્ષા કવચ બની જશે. 12 વર્ષ બાદ કબ્જેદારને ત્યાંથી હટાવી શકાય નહીં અને જો હટાવાય તો પૂર્વ માલિક પર પણ કેસ દાખળ થઈ શકે છે અને તે મિલકતને પાછી મેળવવાનો દાવો કબ્જેદાર કરી શકે છે કારણ 12 વર્ષ પછી તમારો માલિકી હક્ક તમે ગુમાવી ચુક્યા છો.