મેરાન્યૂઝ નેટવર્ક, હરિદ્રાર: યોગ ગુરુ બાબા રામદેવે ગઇકાલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દેશમાં વધતી વસ્તીને કાબૂમાં લેવા માટે સરકારે એવો નિયમ બનાવવો જોઈએ કે જે ત્રીજુ બાળક પેદા થાય તે બાળકને વોટ આપવાનો અધિકાર ન મળે.

હરિદ્રારમાં એક કાર્યક્રમમાં બાબા રામદેવે કહ્યું કે આગામી 50 વર્ષમાં ભારતની વસ્તી કોઈપણ સ્થિતિમાં 150 કરોડથી વધવી ન જોઈએ. આપણે તેનાથી વધુ વસ્તી માટે તૈયાર નથી. વસ્તી નિયંત્રણ કરવા માટે એક કાયદો બનાવવો જોઈએ કે કોઈ દંપતિને ત્રીજુ બાળક પેદા થાય તો તે ત્રીજા બાળકને મત આપવાનો અધિકાર ન મળે, આવા ત્રીજા બાળકને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ અને કોઈપણ સરકારી સુવિધા પણ ન મળવી જોઈએ. બાબા રામદેવે ભારતમાં ગૌવધ પર પ્રતિબંધ મુકવાની માગણી પણ કરી હતી.