મહેશ ઠાકર (મેરાન્યૂઝ.કર્ણાટક): સોમવારે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું યોગદાન આપવા વાળા વ્યક્તિઓને પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ પ્રાપ્ત કરવા વાળા વ્યક્તિઓમાં એક નામ ફળ વેચવા વાળા ફેરિયાનું પણ છે. કર્ણાટકમાં મેંગલોરથી 40 કિલોમીટર દૂર આવેલા ન્યુ પાડાપૂ ગામમાં ફળ વેચવા વાળા ફેરિયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
સોમવાર 8 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એવોર્ડ સમારંભમાં ફળ વિક્રેતા હરકેલા હબજાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
68 વર્ષીય હરેકલા હજબા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા માટે સફેદ શર્ટ અને ધોતીમાં સજ્જ થઈ ખુલ્લા પગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે આવ્યા હતા.
હરિકેલા હબજા નારંગી વેચવાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે, કેટલાક વર્ષો પહેલા વિદેશી પર્યટકો મળ્યા હતા, પર્યટકોએ ઓરેન્જની માંગણી કરી, હરેકેલાને સમજ ના પડી કે શું માંગે છે, ત્યારે પર્યટકોએ જાતેજ ઓરેન્જ લઈને રૂપિયા આપી દીધા હતા, તેને નારંગીનું અંગ્રેજી નામ આવડતું નહોતું, કન્નડમાં નારંગીને કિતળે હનનું કહેવાય છે, હરેકલાને બહુ માઠું લાગ્યું કે જે ફળ હું વર્ષોથી વેચું છું તેનું નામ મને નથી આવડતું, પોતે અભણ હતા, કન્નડ સિવાય કોઈ ભાષા જાણતા ન હતા, પરંતુ તેમણે શિક્ષણની જરૂરિયાત સમજાઈ, તેમના ગામમાં બાળકોને યોગ્ય શિક્ષણ માટે શાળા ન હતી. પરંતુ તેણે નક્કી કર્યું કે બાળકોને તેણે ભોગવેલી મુશ્કેલીમાંથી પસાર ન થવા દેવા. હબજાએ તેના ગામમાં એક શાળા બનાવવા માટે તેની નજીવી કમાણીમાંથી પૈસા બચાવવાનું શરુ કર્યું.
Advertisement
 
 
 
 
 
"મેં શિક્ષણ મેળવ્યું ન હતું.પરંતુ મારા ગામનું દરેક બાળક શિક્ષિત હોવું જોઈએ તેવા સ્વપ્ન સાથે એક શાળા બનાવવા નું સ્વપ્ન જોયું, વર્ષ 2000 માં, હરેકલા હબજાએ તેમના ગામમાં શાળા શરૂ કરવા માટે તેમના જીવનની તમામ બચતનું રોકાણ કર્યું. પંચાયત પાસેથી જમીન મેળવી, શાળા શરૂ કરી એક પછી એક વર્ગો વધતા ગયા, આજે આ શાળામાં 10મા ધોરણ સુધીના વર્ગો સાથે 175 વિદ્યાર્થીઓ છે,"
હાયર સેકન્ડરી, કોલેજ બનાવવાની માંગણી પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી સમક્ષ કરી છે. લોકો તેમને "અક્ષર સંત" તરીકે ઓળખે છે.
તેમના ઉમદા કાર્ય માટે 2020 માં પુરસ્કાર આપવાનો હતો, રોગચાળાને કારણે ગયા વર્ષે પદ્મ ઈવેન્ટનું આયોજન થઈ શક્યું ન હતું, પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેરાત કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં સામેલ હતા.