મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ તાનાજીમાં નાયી,લિંબચીયા વાળંદ સમાજનુ અપમાન કરતુ દ્રશ્ય બતાવાયુ હોવાથી નાયી,વાળંદ લીંબચીયા સમાજના લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ફિલ્મ સામે થઈ રહેલા વિરોધ વચ્ચે અરવલ્લી લિંબચ સંગઠન  અને જીલ્લાના લીંબચીયા સમાજના તમામ જ્ઞાતિજનોએ ફિલ્મ તાનાજીમાં બિભત્સ ભાષાનો ઉપોયગ અટકાવવા તેમજ કેટલાક દ્રશ્યો દૂર કરવા અરવલ્લી જિલ્લા લીંબચ સેવા સમાજ દ્વારા માંગ કરાઈ છે જો આ ફિલ્મમાંથી સમાજના અપમાનીત કરાયેલ દ્રશ્યો દુર કરવાની માંગ સાથે અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અરવલ્લી લીંબચ સેવા સમાજ સંઘ દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ તાનાજીમાં દ્રશ્યો તેમજ બિભત્સ ભાષાનું ઉચ્ચારણ કરી અપમાન કરવામાં આવ્યું છે તેમજ તેમના સમાજની આઘાતજનક લાગણી દુભાયેલી છે લીંબત સમાજ સંઘનું એમ પણ કહેવું છે કે, તેમના સમાજનું જાહેરમાં અપમાન કરવું કે જાતિવાચક શબ્કો કે દ્રશ્યો જાહેર કરવું એ આખા સમાજ વિરૂદ્ધ ગંભીર ગુન્હો ગણાય છે આ માટે અરવલ્લી જિલ્લા લીંબચ સેવા સમાજ સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી, તાત્કાલિક ધોરણે સેન્સર બોર્ડનું ધ્યાન દોરી સમાજની લાગણી દુભાતા શબ્દો દૂર કરવા તેમજ બિભત્સ ભાષાનું ઉચ્ચારણ અટકાવવા માંગ કરી છે.

તાનાજી ફિલ્મમાં નાયી વાળંદ સમાજના પ્રદર્શીત કરાયેલ વાંધાજનક દ્રશ્યો દુર કરવાની તેમજ સમાજના અપમાન બદલ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવે તેવી માગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યૂ હતુ અને જો ફિલ્મમાંથી અપમાનજનક શબ્દો અને દ્રશ્યો દુર કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં સમાજના લોકો ધ્વારા રેલી યોજી ફિલ્મના વિરૂધ્ધમાં વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી ગાંધી ચિંદ્યામાર્ગે આંદોલન કરવામી ચીમકી ઉચ્ચારી હતી.