મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટની મોટી ફટકાર વાગી છે. રાજધાનીમાં મહિલાઓને મેટ્રોમાં મફત યાત્રાની સુવિધા આપનાર દિલ્હી સરકારની મહત્વકાંક્ષી યોજના પર શુક્રવારે કોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા છે. કોર્ટે આ તરફ મફત યાત્રા અને છૂટ આપવાને લઈને કહ્યું કે, તેનાથી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને નુકસાન થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સખ્ત શબ્દોમાં કહ્યું કે, દિલ્હી સરકારને જનતાના પૈસા આ રીતે મફતની રેવડીઓ આપવાથી દુર રહેવું જોઈએ. સાથે જ કોર્ટે ચેતવણી આપી છે કે તેને આવું કરવાથી તે રોકી શકે છે, કારણ કે કોર્ટ અધિકારવિહીન નથી.

આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂન મહિનામાં એલાન કર્યું હતું કે તેમની સરકાર રાજધાનીમાં મેટ્રો અને બસોમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા પર વિચાર કરી રહી છે અને તેમની યોજના બે-ત્રણ મહિનામાં લાગુ કરી દેવાશે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ દીપક ગુપ્તાની પીઠે શુક્રવારે દિલ્હી સરકારના વકીલને કહ્યું કે, જો આપ લોકોને મફત યાત્રા કરવાની પરવાનગી આપો છો તો દિલ્હી મેટ્રોને નુકસાન થઈ શકે છે. જો આપ આમ કરશો તો અમે આપને રોકીશું. આપ અહીં પર એક મુદ્દા માટે લડી રહ્યા છો અને આપ ચાહો છો કે તેમને નુકસાન થાય. આપ પ્રલોભન ન આપો. આ જનતાના રૂપિયા છે.

પીઠે કહ્યું કે, આપ દિલ્હી મેટ્રોને કેમ બર્બાદ કરવા માગો છો. શું તમે આ રીતે ઘૂસ આપશો અને કહેશો કે કેન્દ્ર સરકારને તેનો ખર્ચ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીઓમાં હાર પછી દિલ્હી સરકાર આ પગલું આગામી વર્ષ થનાર વિધાનસભાની ચૂંટણીઓને લઈને ઉઠાવ્યું છે તેવું ઘણા લોકો કહે છે. મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારને આ રીતે પોતાના ધનનો ઉપયોગ કરવો ન જોઈએ.