મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સને સરકારના બુધવારથી લાગુ થયેલા નવા નિયમો ડિજિટલ સામગ્રીને વિનિયમિત કરવા માટે- એક આચાર સંહિત્તા અને એક ત્રિ સ્તરિય ફરિયાદ નિવારણ પદ્ધતી રજુ કરે છે. આમાં ભારત સ્થિત અનુપાલન અધિકારીઓની નિયુક્તિ, ફરિયાદ સમાધાન, વાંધાજનક સામગ્રી પર નજર, અનુપાલન રિપોર્ટ અને વાંધાજનક સામગ્રીને હટાવવાનું પણ તેમાં શામેલ કરાઈ છે. આ પગલું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી આવી જ નોટિસ એક પછી એક આવી છે જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી નવા નિયમો અંતર્ગત જાણકારી માગવામાં આવી હતી. આઈટી મંત્રાલયે કહ્યું હતું કે જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી જાણકારીઓ આપવામાં આવે.

નવા નિયમો અંતર્ગત સૂચના પ્રસારણ મંત્રાલયના કંપનીના નામ, નિદેશકના નામ, રહેઠાણ, ફોન નંબર, ફરિયાદ નિવારણ અધિકારી, સ્વનિયમનની વ્યવસ્થા વગેરેની જાણકારી માગી, મંત્રાલયના મુજબ અત્યાર સુધી 60 ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મે કહ્યું કે તેમણે નવા નિયમો અંતર્ગત સેલ્ફ રેગ્યૂલેશન સંસ્થા બનવાનું શરૂ કરી દીધું છે. કેટલાક પ્રકાશકોએ મંત્રાલયને નવા નિયમો અંતર્ગત રજિસ્ટ્રેશન માટે લખ્યું છે.

સૂચના પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને ત્રણ શ્રેણીઓમાં વહેંચ્યું છે. પહેલી શ્રેણીમાં તે પરંપરાગત પ્રકાશકો છે જે પોતાનું અખબાર કે ટીવી ઉપરાંત ડિજિટલ માધ્યમથી સમાચાર આપે છે. બીજી શ્રેણીમાં ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો છે. ત્રીજી શ્રેણીમાં ઓવર દ ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે બનાવવામાં આવી છે જે ડિજિટલ માધ્યમથી મનોરંજન તથા બીજી જાણકારીઓ આપે છે.

Advertisement


 

 

 

 

 

પહેલી શ્રેણીના પ્રકાશકોએ પાયાની જાણકારીઓ જેવી કે, નામ, યુઆરએલ, ભાષા, એપ, સોશ્યલ મીડિયા એકાઉન્ટની જાણકારી આપવાની છે. સાથે જ તેમના ટીવી ચેનલની પરવાનગી, અથવા અખબારની આરએનઆઈ રજીસ્ટ્રેશન નંબર, કોન્ટેક્ટ માહિતી અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા અંગે કહેવાનું રહેશે.

બીજી શ્રેણીમાં પણ મોટાભાગે આ જ જાણકારીઓ માગવામાં આવી પરંતુ તેમાં કંપની આઈડેન્ટિફિકેશન નંબર અને નિદેશક મંડળની જાણકારી પણ પુછવામાં આવી છે જો તે કંપનીઓ હોય તો.

ત્રીજી શ્રેણીમાં નામ, એડ્રેસ, યુઆરએલ, એપનું નામ વગેરે તો પુછાયું જ છે. સાથે જ વિદેશી ઓટીટીના મામલાઓમાં રજીસ્ટ્રેશનનો દેશ કહેવાનું રહેશે અને ભારતમાં કયા દિવસે કામ શરૂ કર્યું આ પણ કહેવાનું રહેશે. ઓટીટીને પણ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે જાણકારી આપવાની હશે જેમાં કંટેન્ટ મેનેજરનું નામ પણ કહેવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે નવા નિયમોને કોઈ ડિજિટલ પ્લેટફોર્મે અલગ અલગ હાઈ કોર્ટમાં પડકાર આપી રાખ્યો છે. તેમની અરજી પર નોટિસ જાહેર કરવામાં આવી છે.