મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વલસાડ અને ડાંગ જિલ્લાનાં ગામડાંમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ આચરેલા કરોડો રૂપિયાના ખેત તલાવડી કૌભાંડ બાદ પાણીના ટાંકા કાગળ  પર બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમે શોધી કાઢ્યું હતું. અગાઉ 3 ગુના નોંધાયા હતા. જેમાં 13 ટાંકા કાગળ પર બનાવી રૂ. 57 લાખનું કૌભાંડ કર્યાની વિગતો સપાટી પર આવી હતી. આ જ ટોળકીએ રૂ. 80 લાખનું કૌભાંડ કરી 20 ટાંકા કાગળ પર બનાવ્યા હોવા સંદર્ભે વધુ 3 ગુના નોંધાયા છે. 

એસીબી સુરત એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલે કહ્યું હતું કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સજનીબરડા, ધામણી, સાદડવેરા અને હનમતમાળ ગામે પાણીનાં ટાંકા બનાવવાના બદલે માત્ર કાગળ પર જ 20 ટાંક બનાવ્યાનું દર્શાવી રૂ. 80,20,188નું કૌભાંડ ખેત તલાવડી કૌભાંડ કરનારી ટોળકીએ કર્યું છે. અલગ અલગ ગુનામાં કુલ 21 સામે 3 ગુના નોંધાયા છે.

તા. 18-12-2017થી તા. 28-12-2017 સુધીના માત્ર દસ જ દિવસમાં સજનીબરડા ગામમાં 11 ટાંકા બનાવી દઈ આ ટોળકીએ રૂ. 41,55,424નું કૌભાંડ કર્યું હતું. તા.30-10-2017થી તા. 01-11-2017ના માત્ર અને માત્ર ત્રણ જ દિવસમાં ઘામણી ગામે 1, બીલપુડી ગામમાં બે મળી કુલ 3 ટાંક કાગળ પર બનાવી સરકાર પાસેથી રૂ. 15,72,400 મંજૂર કરાવી લીધા હતા. તા. 8-11-2017થી તા. 10-11-2017ના બે જ દિવસમાં સાદડવેરા અને હનમતમાળ ગામમાં 6 ટાંકા કાગળ પર બનાવી રૂ. 22,92,364નું કૌભાંડ કર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

આ અધિકારી-કોન્ટ્રાક્ટર સામે નોંધાયા 3 ગુના

(1): પ્રવીણ બાલચંદ્ર પ્રેમલ (ઇનચાર્જ મદદનીશ નિયામક, જમીન વિકાસ નિગમ, ધરમપુર)
(2): યુસુફ અબ્દુલ રહેમાન ભીખા (ક્ષેત્ર મદદનીશ તેમજ ઇનચાર્જ ક્ષેત્ર નિરિક્ષક, ધરમપુર)
(3): કમલેશ રામહોસિલા તિવારી (કોન્ટ્રાક્ટર)
(4): રોહન ઉર્ફે રોહિત વિજયસિંગ રાજપુત (કોન્ટ્રાક્ટર)
(5): રમેશ વી. મુદલિયાર (કોન્ટ્રાક્ટર)
(6): અનિલ રમેશ તિવારી (કોન્ટ્રાક્ટર)
(7): આદિત્ય વિજયસિંગ રાજપૂત (કોન્ટ્રાક્ટર)
(8): વિશ્વાસ ચૌહાણ (કોન્ટ્રાક્ટર)
(9): સુફિયાન યુસુફ ભીખા (કોન્ટ્રાક્ટર)
(10): મિતેશ ખુમાર (કોન્ટ્રાક્ટર)
(11): ઓમપ્રકાશ ચૌધરી (કોન્ટ્રાક્ટર)
(12): જયંતી પટેલ (કોન્ટ્રાક્ટર)
(13): હિતેશ જી. સોનાર (કોન્ટ્રાક્ટર)
(14): કૌશિક પરમાર (કોન્ટ્રાક્ટર)
(15): પુનમરામભનવરલાલ ચૌધરી (કોન્ટ્રાક્ટર)
(16): મુસ્તાક ઐયુબ બાલા (કોન્ટ્રાક્ટર)
(17): પ્રવીણ ડી. થૈબાન્ટે (કોન્ટ્રાક્ટર)
(18): મિતેશ ખુમાર (કોન્ટ્રાક્ટર)
(19): આનંદ વિષ્ણુ બ્રહ્મભટ્ટ (કોન્ટ્રાક્ટર)
(20): મુસ્તાક ઐયુબ બાલા (કોન્ટ્રાક્ટર)
(21): જીજેશ વાસુ (કોન્ટ્રાક્ટર)