મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મોરબીના ધારાસભ્ય દ્વારા આજે રાજીનામું અપાતા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. કોંગ્રેસનું સંખ્યાબળ હવે 65નું થઈ ગયું છે. કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધું છે.

અકગાઉ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામાં આપ્યા હતા. હાલ ભાજપ પાસે 103 જ છે. જો એનસીપીનું બળ મળે તો પણ વધીને 104 થાય. મળતી માહિતી પ્રમાણે તો ભાજપને બીટીપીના પણ ધારાસભ્યોના મત હવે મળે તેમ છે. તેથી ભાજપના ઉમેદવારો જીતે તેમ છે પરંતુ કોંગ્રેસ માટે હવે ઘણી કપરી સ્થિતિ છે. તેમના બે ઉમેદવારોને જીતવા 70 મત જોઈએ પણ કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો છે. અપક્ષમાં જીગ્નેશ મેવાણીને ઉમેરીએ તો પણ 3 મત ખુટે.

જે ધારાસભ્યોની વિકેટ પડી ગઈ તેમાં અક્ષય પટેલ અને જીતુ ચૌધરી ઉપરાંત ધારીના જે વી કાકડિયા, લીંબડીના સોમા પટેલ, ગઢડાના પ્રવિણ મારું, મોરબીના બ્રિજેશ મેરજા, ડાંગના મંગળ રાવત અને અબડાસાના પ્રધ્યુમનસિંહ જાડેજાના નામોનો સમાવેશ થાય છે.