મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ ગોંડલના દેરડી કુંભાજી ગામની આગળ આવેલા ધરાળા ગામના પાટીયા પાસે મિનિ બસ પલટી મારી જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે છ મુસાફરો ઘાયલ થતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીની પાસે આવેલા ધારાળા ગામના પાટીયા પાસે સાંજના પાંચ વાગ્યે રાજકોટથી બગસરા તરફ જઈ રહેલ મીનીબસ જીજે 02વીવી 2082 પલટી મારી જતા છ જેટલા મુસાફરો ઘાયલ થવા પામ્યા હતા અને મંજુલાબેન જીવનભાઈ ડોડીયા ઉંમર વર્ષ બા અને મંજુલાબેન જીવનભાઇ ડોડીયા (ઉમર વર્ષ 62 ) રહે બગસરાનું મોત નીપજ્યું હતું, જ્યારે હંસાબેન વિનુ ભાઈ સોલંકી (ઉમર વર્ષ 45) રહે સાજડીયાળી, વીણાબેન વિનુભાઈ સિધ્ધપુરા (ઉમર વર્ષ 48) રાજકોટ કોઠારીયા રોડ સહિતના મુસાફરો ઘાયલ 108 એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસનો ક્લીનર બસની વચ્ચે ફસાઈ ગયો હતો. જેને બસના પતરા તોડી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર મુસાફરોની ચિચિયારી બોલી જવા પામી હતી.