મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડવાળી અસલ સ્પીચ સાથે ચેડા કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર વડોદરાના યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેઓની કેટલાક શબ્દો ખોટા બોલી રહ્યા હોય તેવું દર્શાવાયું હતું. જો કે હકીકતમાં આ વીડિયો એડિટિંગ કરેલો હતો અને  આવું કામ વડોદરાના એક યુવકે કર્યું હોવાનું બહાર આવ્યું છે. વડોદરા પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે પ્રદીપ ભોળાનાથ કહાર (ઉં.વ.32, રહે-કહાર મહોલ્લો, દાંડિયાબજાર, વડોદરા)એ તેના સોશિયલ મીડિયામાં DJ AD ઓફિશિયલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. આ અંગે પોલીસે પ્રદિપ કહાર વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. 


 

 

 

 

 

આ મામલે તપાસ કરતા વડોદરા ક્રાઇમ બ્રાંચ પોલીસ ઇન્સપેક્ટર વી. આર. ખેરે જણાવ્યું હતું કે, આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે અને તેણે પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં જણાવ્યું છે. આરોપી પ્રદીપના સોશીયલ મીડિયા અકાઉન્ટમાં મુખ્યમંત્રીના મેકડોનાલ્ડ વાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરી વીડિયો બનાવી પોસ્ટ કર્યા છે. એટલું જ નહીં પણ અન્ય નેતાના પણ મઝાક ઉડાવતા વીડિયો સોશિયલ મીડિયામાં તેણ પોસ્ટ કરેલા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.