મેરાન્યૂઝ નેટવર્ક,મુંબઈ: મોબાઈલ કંપનીઓમાં ગ્રાહકોને જીતવાની હોડ લાગેલી છે. એક પછી એક બધી કંપનીઓ રોજ નવી સ્કીમો લઈને ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. પરંતુ આ બધી જ કંપનીઓમાં રિલાયંસની જીઓ દ્વારા તેના ગ્રાહકોને કોઈક નવો ઉપહાર દરેક મહીને મળી જ રહે છે. જીઓના યુઝર્સ ગ્રાહકો હવે માત્ર ૪૯ રૂપિયામાં ૨૮ દિવસ સુધી અમર્યાદિત વોઈસ કોલિંગ કરી શકશે. તેની સાથે ડેટા યુસેજનો લાભ તો ખરો જ ખરો. કંપનીએ તેને જાહેરાતમાં ૧ જીબી હાય સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશે એવી જાહેરાત કરી હતી. જિયોએ ૧૧,૨૧, ૫૧ અને ૧૦૧ રૂપિયાનાં ડેટા પેકની પણ જાહેરાત કરી છે.

આ સિવાય કંપનીએ ગણતંત્ર દિવસ નિમિત્તે ૯૮ રૂપિયાવાળા પેકની વેલીડીટીને ૧૪ દિવસથી વધારીને ૨૮ દિવસની કરી દીધી છે. તો ૨૬મી જાન્યુઆરીથી ૫૦૦ એમબી રોજ વધારાનો ડેટા આપવાની પણ ઘોષણા કરી હતી. કંપની એમ ઈચ્છે છે કે ફીચર ફોનનો ઉપયોગ કરનારા ૫૦ કરોડ ગ્રાહકો માટે ડીજીટલ આઝાદીના ટાર્ગેટની તરફ અને પ્રયાસોને આ ગણતંત્ર દિવસથી એક નવું જોમ મળશે.

ટૂકમાં, સરકાર દ્વારા દેશના નાગરિકોને લાભ કરાવે તેવી કર યોજનાઓ ભલે વહેલા મોડા લાગુ પડતી હોય અથવા એક તરફ લાગુ પાડવામાં આવે અને બીજી રીતે તે વસૂલ કરવામાં આવે પરંતુ ખાનગી કંપનીઓ તેમના ગ્રાહકોનું હિત કેવી રીતે જળવાય અને ગ્રાહક કેવી રીતે સચવાય તે બહુ સારી રીતે સાચવી જાણે છે. એ ભલે પછી એક-બીજાની સ્પર્ધા કરીને કરે કે અન્ય કોઈ રીતે...!