મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની એક સલાહકાર સમિતિએ કોરોનાવાયરસના નવા વેરિએંટ ઓમિક્રોનને ખુબ જ ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર કહ્યો છે. તે ઉપરાંત આ વેરિએંટનું નામ પણ ગ્રીક વર્ણમાલા અંત્રગ્ત ઓમિક્રોન રાખવામાં આવ્યું છે. આ વેરિએંટ સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં મળ્યો હતો. જે પછી પુરા વિશ્વમાં ચિંતા જોવા મળી રહી છે. તમામ દેશો આ વેરિએન્ટને પોત પોતાના દેશમાં ઘૂસવાથી રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ વેરિએંટને લઈને વિશ્વામાં વધતી ચિંતાઓના વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને લઈને કેટલીક બાબતો કહી છે. આવો તે ખાસ બાબતોને જાણીએ...

હૂ (WHO) મુજબ, શુરૂઆતના તથ્યો પરથી ખબર પડે છે કે જે લોકો પહેલા કોરોનાથી સંક્રમિત થયા છે, તે બીજા કોરોનાના આ નવા વેરિએંટથી પણ સંક્રમિત થઈ શકે છે. બીજી વખત સંક્રમણનો ખતરો આ વેરિએંટમાં બન્યો છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે કોરોનાના ડેલ્ટા અને બીજા વેરિએંટની તુલનામાં ઓમિક્રોન વધુ સંક્રમિત (એકથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાવવું) કરી શકે છે કે નહીં. હાલ ફક્ત આરટી-પીસીઆર ટેસ્ટ દ્વારા જ ખબર પડી શકે છે.

Advertisement


 

 

 

 

 

કોરોનાના ઓમિક્રોન વેરિએંટના કોવીડ 19 વેક્સિન પર શું અસર પડશે, તે જાણવા માટે હાલ હૂ કામ કરી રહ્યું છે. હાલ સુધી આ પણ ખબર નથી પડી કે ઓમિક્રોનનું સંક્રમણ વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે કે નહીં. હાલમાં એટલી જાણકારી પણ નથી કે ઓમિક્રોનથી જોડાયેલા લક્ષણ બીજા વેરીએટથી અલગ છે.

શરુઆતના આંકડાઓ પરથી ખબર પડે છે કે દક્ષિણ આફ્રિકામાં હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ ફક્ત ઓમિક્રોનથી સંક્રમણ હવોના બદલે કાલે થયેલા લોકોની વધતી સંખ્યામાં હોઈ શકે છે. કોરોનાના આ વેરિએંટની ગંભીરતાને સમજવામાં ઘમા દિવસોથી લઈને સપ્તાહ સુધી પણ સમય લાગી શકે છે.