મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી અને અક્ષય કુમારના ઈન્ટરવ્યૂમાં આજે નરેન્દ્ર મોદીએ રાજનીતિથી દૂર પતાની અંગત જીંદગી અંગે વાતચીત કરી છે. અક્ષયના સવાલો અને નરેન્દ્ર મોદીના જવાબો એક તબક્કે સાંભળવાની ઉત્સુક્તાને લઈને ઘણા દર્શદોએ આ ઈન્ટરવ્યૂ જોયો છે. તેમણે આ દરમિયાન પોતાની 3.5 કલાકની ઉંઘને લઈને વાત કરી ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો ઉલ્લેખ કર્યો હતો.

અક્ષય કુમારે કહ્યું કે, મેં તમારા જ કર્મચારી પાસેથી જાણ્યું છે કે આપ ઉંઘ ઘણી ઓછી લો છો. 3.5 કલાક જ ઉંઘો છો, આમ 7 કલાક જેટલું સુવું જોઈએ... તો તે અંગે નરેન્દ્ર મોદી કહે છે, મારા જેટલા સાથી છે, ચાહકો છે, તબીબો છે તે તમામનો આગ્રહ રહે છે કે મારે ઉંઘ વધારવી જોઈએ. રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે મળ્યા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે કેમ આવું કરો છો. અમે સારા મિત્ર છીએ, તુ તારી કરીને બોલાવીએ છીએ એક બીજાને... એ જ્યારે મળે ત્યારે પુછે છે કે તમે મારી વાત માનો છો... તમે ઉંઘ વધારી કે નહીં... તે સવાલ કરે છે.

નરેન્દ્ર મોદીએ વધુમાં જવાબ આપ્યો કે, હવે ખબર નથી મારું બોડી સ્ટ્રક્ચર જ આવું થઇ ગયું છે, છેલ્લા 18થી 22 વર્ષની જીંદગીમાં કદાચ મારા શરીરને હવે ટેવ પડી ગઈ છે એવું મને લાગે છે. હા હું નિવૃત્ત જીવનમાં જ્યારે કાંઈ કામ નહીં હોય ત્યારે આ બાબત માટે સમય આપીશ કે ઉંઘના કલાકો કેવી રીતે વધારાય. આ ઈન્ટરવ્યૂ પણ અહીં દર્શાવાયો છેે.