મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડમાં દિવાળી દરમિયાન થયેલા ગેંગ રેપ કેસમાં માહિતી છુપાવવા મામલે વડોદરા પોલીસે ઓએસીસ સંસ્થાના વડા સંજીવ શાહ, ટ્રસ્ટી પ્રીતિ શાહ અને મેન્ટર વૈષ્ણવી ટાપરિયા સામે ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે સંજીવ શાહને પુછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ ઉપરાંત ટ્રસ્ટી પ્રીતિની આવતીકાલે અને વૈષ્ણવી ટાપરિયાની શનિવારે પુછપરછ કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે.

વડોદરામાં નવસારીની યુવતીના ગેંગરેપ અને વલસાડમાં તેના શંકાસ્પદ મૃત્યુ મામલે ઘણી પોલીસ એજન્સીઓ સાથે મળી કામ કરી રહી છે છત્તાં હજુ સુધી કોઈ નક્કર પુરાવા સાથે બળાત્કારીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. અહીં સુધી કે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કેસમાં સતત નજર રાખે છે છત્તાં પોલીસ માટે આ કેસમાં ભૂસામાંથી સોય શોધવા જેવી કઠણાઈઓ છે. જોકે બીજી તરફ જ્યારે ફોરેન્સિક તપાસમાં બળાત્કારની પુષ્ટી નથી થતી પરંતુ દીકરીની ડાયરીમાં રેપની વાત છે અને તેને તે હાલતમાં જોનારા સાક્ષીઓ પણ છે છત્તાં આ કેસમાં ભાગી ગયેલા બંને આરોપીઓ કે જે એવું મનાય છે કે દીકરીને પહેલાથી જ જાણતા હતા. છત્તાં હજુ તેમનો પત્તો નથી.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનિય છે કે હજુ પણ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ શાહ, ટ્રસ્ટી સીબા નાયર અને ફાઉન્ડર સંજીવ શાહના બીજા ફોન પણ FSLમાં ગયા હતા. તેના ડેટાનું હજૂ એનાલિસીસ ચાલી રહ્યું છે. રેસકોર્સની ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલી મૂળ નવસારીની 19 વર્ષની યુવતી પર 29 ઓક્ટોમ્બરે વેક્સિન ગ્રાઉન્ડમાં 2 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા. જે બાદ યુવતી એક ખાનગી બસના ડ્રાઈવરની મદદથી સંસ્થાની મેન્ટર વૈષ્ણવી પાસે પહોંચી હતી. તે વખતે ડ્રાઈવરે વૈષ્ણવીને યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ કરી હતી. જોકે છત્તાં પોલીસની તપાસ દરમિયાન આ સંસ્થાના લોકોની શંકાસ્પદ ભૂમિકાઓ સામે આવતી હતી અને તેઓ કોઈ માહિતી છુપાવી રહ્યા હોવાનું સતત સામે આવી રહ્યું હતું. જેને પગલે આ મામલે ગુનો નોંધી હવે તેમની પુછપરછ કરવામાં આવશે.