મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય વિભાગના કોરોના ડેશબોર્ડનું માનીએ તો 24 એપ્રિલ સુધી ભારતમાં 307231 લોકોના મોત થયા હતા જ્યારે 26948800 લોકો સંત્રમિત થયા હતા. આ આંકડો એક ભયાનક આંકડો છે. સરકારી આંકડાઓમાં અંડરરિપોર્ટિંગની વાત સતત થઈ રહી છે. હવે ન્યૂયોર્ક ટાઈમ્સએ એક ડઝનથી પણ વધુ તજજ્ઞો સાથે ચર્ચા બાદ ભારતના સરકારી મોત- સંક્રમણના આંકડાઓ સાથે સાથે લાર્જ સ્કેલ એંટી બોડી ટેસ્ટના પરિણામોના વિશ્લેષણ કર્યા છે અને કોરોનાથી મોત અને સંક્રમણનું અનુમાન લગાવ્યું છે. પરિણામો આવ્યા છે તે બેહદ ભયાનક છે.

કેવી રીતે કરાયું કેલક્યૂલેશન

આ વિશ્લેષણમાં બારતમાં કોરોના સંક્રમિતો અને મોતોના વાસ્તવિક આંકડાઓનું અનુમાન લગાવવા માટે ભારતમાં કરાયેલા ત્રણ દેશ વ્યાપી એંટી બોડી ટેસ્ટના પરિમામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને એક પ્રકારે સિરો સર્વે કહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અનુમાન લગાવ્યું છે કે દુનિયામાં કોરોનાથી મોતના આંકડા સત્તાવાર રીતે 2થી 3 ગણા વધુ હોઈ શકે તેમ છે. એમોરી યુનિ.ના મહામારી વૈજ્ઞાનિક કાયોકા શિયોડાનું કહેવું ચે કે ભારતમાં હોસ્પિટલ્સ ફૂલ હતી. કોરોનાથી અનેક મોત ઘરોમાં જ થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, આ બધી મોત સત્તાવાર આંકડાથી દૂર છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતમાં થયેલી મોતોના આંકડાની શક્યતાઓ માટે એક્સપ્રટ સાથે વાત કરી તેમાં મહામારીને ત્રણ સ્થિતિમાં વહેંચી છે જેમાં સામાન્ય સ્થિતિ, ખરાબ અને અત્યંત ખરાબ સ્થિતિ. 

Advertisement


 

 

 

 

 

આ પ્રમાણે સામાન્ય સ્થિતિમાં જો એક નોંધાયેલા કેસથી 15 ગણું લોકોને સંક્રમણ ફેલાયું અને મૃત્યુદર 0.15 ટકા છે તો અંદાજે સંક્રમણ 40.42 કરોડ અને અંદાજે મોત 6 લાખ. તેના આધારે તજજ્ઞોએ અંદાજ લગાવ્યો કે દેશમાં 40.42 કરોડ લોકો સંક્રમિત થયા હશે અને 6 લાખની આસપાસ લોકોના મોત થયા હશે.

ખરાબ સ્થિતિની વાત થાય તો એક નોંધાયેલા કેસથી 20 લોકોમાં સંક્રમણ ફેલાયું તો મોતનો દર 0.3 ટકા છે. જેના અંદાજે ભારતમાં કોરોનાથી મોતના આંકડાની સત્તાવાર સંખ્યા 5 ગણી વધુ છે. ડો. રમનન લક્ષ્મીનારાયણ, સેન્ટર ફોર ડિસીઝ ડાયનમિક્સના ડાયરેક્ટરનું કહેવું છે કે ભારતમાં ઈન્ફેક્શન અને ડેથના આંકડા ઓછા ગણાવ્યા છે. ડેટા મુજબર લગભગ 60 કરોડ આસપાસના લોકોને સંક્રમણ લાગ્યું હશે. 

ત્રીજી અને અંતિમ સ્થિતિ એટલે કે અત્યંત ખરાબ સ્થિતિમાં નોધાયેલા કેસથી સંક્રમણ 26 ગણું વધારે થયું હશે. સંક્રમણથી મૃત્યુદર અનુમાન પણ 0.6 ટકા રાખવામાં આવ્યું છે, આ અંદાજ મુજબ બીજી લહેર વખતે દેશની બગડેલી સ્થિતિ જોતા સ્વાસ્થ્ય વ્યવસ્થાનો અંદાજ લગાવતા 70 કરોડ લોકો સંક્રમિત થયા હોઈ શકે છે અને 42 લાખના મોત હોવાની શક્યતા છે. સીરો સર્વે બીમારીઓના સંક્રમણને મોનિટર કરવા કરવામાં આવે છે. ભારતમાં આવા ત્રણ સર્વે થયા જેમાં સંક્રમિતોની સંખ્યા ખુબ જ વધારે છે.