મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ટીએમસી સાંસદ અને અભિનેત્રી એવી નુસરત જહાંએ એક દિકરાને જન્મ આપ્યો છે. એટ્રેસને એક્ટર યશ દાસ ગુપ્તા હોસ્પિટલ લાવ્યા હતા. નુસરત જહાંના આ સમાચાર બાદ ફેન્સ સાથે સાથે સેલેબ્સ પણ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. નુસરત જહાંના દિકરાની ડિલિવરી પાર્ક સ્ટ્રીટ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં થઈ છે. બાળક જન્મથી પહેલા એક્ટ્રેસે હોસ્પિટલથી પોતાની એક તસવીર શેર કરી હતી. તે પોસ્ટ સાતે જ લોકોએ પોઝિટિવ મેસેજ કર્યા હતા. ફોટોમાં નુસરત વગર મેકઅપની દેખાઈ હતી અને કેપ્શનમાં લખ્યું હતું ડરથી ઉપર વિશ્વાસ.

બાળકના જન્મ પછી નુસરત જહાં અને તેનો દિકરો બંને સ્વસ્થ છે. હોસ્પિટલમાં એક્ટ્રેસનો ખ્યાલ રાખવા એક્ટર યશ દાસગુપ્તા હાજર છે. ગત દિવસોમાં અભિનેત્રીની પ્રેગ્નેંન્સીને લઈને પણ ઘણા વિવાદ થયા હતા. પતિ નિખિલે કહ્યું હતું કે તેને આ અંગે કોઈ જાણકારી નથી તે તેનાથી અલગ રહે છે. વર્ષ 2019માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. 2021માં નિખિલે લખ્યું હતું કે નુસરત પ્રેગ્નેન્ટ હોય તો તે તેનું બાળક નથી. ચર્ચાઓ એવી છે કે હાલમાં બંગાળી એક્ટર યશદાસ ગુપ્તા વચ્ચે નુસરતના સંબંધો નજીકના છે અને આ બાળક યશદાસ ગુપ્તાનું છે. જોકે બંનેમાંથી કોઈ બાળકના ખરા પિતા કોણ છે તે અંગે હાલ વાત કરી રહ્યા નથી.

Advertisement


 

 

 

 

 

Advertisement


 

 

 

 

 

Advertisement


 

 

 

 

 

Advertisement