તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના મહામારીને કારણે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક જ નિયમ લાગુ કરવા યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા અમદાવાદ અને ગાંધીનગર કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. ગતરોજ આવેદન પાઠવી રજૂઆત કરાઈ છે કે ગુજરાતની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપી દેવા જોઈએ.

કોરોના વાઇરસને કારણે લગભગ દરેક ક્ષેત્ર હાલ સંકટમાં છે. આ સમયે કોંગ્રેસની બંને પાંખો એ અમદાવાદ અને ગાંધીનગર કલેકટરને રજૂઆત કરી માંગણી કરી છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા અંગેના નિર્ણયો પર રોક લગાવવામાં આવે. 21 મુદ્દાના આવેદનમાં વિદ્યાર્થીઓ, નિરીક્ષકો અને સુપરવાઈઝર સહિતના પર કોરોનાનો ભય વધી જશે એવું જણાવ્યું છે. સેમેસ્ટર 2, 4 અને 6 ના વિદ્યાર્થીઓને કોરોના થશે તો UG અને PG લો અને એજ્યુકેશન ફેકલ્ટીના અભ્યાસુ વિધાર્થીને કોરોના નહીં થાય કે શું ? એવો પણ સવાલ ઊભો કર્યો છે. જે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા ફી વસૂલી અને પરીક્ષા લેવાની થતી નથી અને માસ પ્રમોશન આપવામાં આવશે તેમને ફી પરત કરવા પણ માંગણી કરવામાં આવી છે.

આવેદનમાં આક્ષેપ કરતા જણાવાયું છે કે આપ માત્ર આપના કમિશ્નર્સ અને રાજકીય વિચારધારા વાળા અધિકારીઓની સલાહ લઇ નિર્ણય ના કરો. સરકારે સામાન્ય લોકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ વગેરેની સલાહ લઈ સ્વાસ્થ્યના લક્ષયમાં નિર્ણય કરવો જોઈએ. ઉપરાંત રાજ્યની દરેક યુનિવર્સિટીમાં એક સમાન નિર્ણય લેવો જોઈએ જેથી વિદ્યાર્થીઓનું હિત સચવાઈ. સાથે આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થી કોઈ ટેસ્ટિંગ કીટ નથી કે કોરોના મહામારી સમયે તેમની પરીક્ષાઓ લેવામાં આવે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ મેરાન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.