અમદાવાદ: રવિવાર વહેલી સવારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બે જુદાજુદા અકસ્માતમાં આઠ લોકોનો મોત થયા હતાં. જેમાં બગોદરા નજીક મીઠાપુર ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કેન્યા સ્થાયી થયેલા જામનગરના NRI પરિવારના ત્રણ લોકોના મોત થયા હતાં.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા તાલુકાનાં ડોળીયા ગામમાં રહેતાં છનાભાઇ લાલજીભાઇ દેત્રોજા (કોળી પટેલ ) ડ્રાઈવીંગ કરે છે અને સાયલાથી ડમ્પરમાં કપચી ભરીને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાલી કરવા માટે જઇ રહ્યો હતાં. આ દરમિયાન રસ્તામાં બગોદરા નજીક મીઠાપુર પાટીયા પાસે ડમ્પરની પાછળ કાર અથડાઇ હતીં જેમાં હિરેનભાઈ મુકુંદભાઇ દોશી (કારનો ડ્રાઈવર ઉ.વ .39 ,રહેવાસી, ઓસ્વાલ કોલોની, જામનગર), કેતનભાઇ જયંતિભાઇ હરીયા (ઉ.વ.55) તેમજ તેમના પત્ની કુંદનબેન કેતનભાઇ હરીયા, (ઉ.વ. 54,રહેવાસી, મચ્છબેરેજા, તા,લાલપુર, જામનગર, હાલ, કેન્યા)ના મોત થયા હતાં.

બીજી તરફ અમદાવાદનો પરિવાર સોમનાથ મંદિરમાં દર્શન કરી પરત ફરતો હતો ત્યારે ટ્રક પાછળ કાર ઘુસી જતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતાં. આ અકસ્માતમાં ભવાની નાગેન્દ્ર, સુબ્રમણ્યમ તંબારાવ, રાજેશ્રી સુબ્રમણ્યમ, ગણેશ સુબ્રમનીયમ અને અકિલ પ્રસાદનું કમાટીભર્યું મોત નિપજયું હતુ. જ્યારે આ અકસ્માતમાં નાગેન્દ્ર પ્રસાદ, માધુરી શ્રીનિવાસ, કુચલીતા અને રુચિતા અને ઈનોવા કારના ડ્રાઇવર સોહન કેવલાજી ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર ભાડાની કારમાં સોમનાથ દર્શને ગયો હતો અને કાર માલિકે જ્યારે કારનું લોકેશન જાણવા રવિવાર રાત્રે દસ વાગ્યે ફોન કર્યો તો કારના ડ્રાયવરે સોમનાથથી નિકળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી કાર માલિકે આટલા મોડા ન નિકળવા કહ્યુ હતું. પરંતુ કારમાં સવાર પરિવારે બીજા દિવસે અંબાજી દર્શન જવાનુ છે તેમ કહી નિકળી જવા માટે કહ્યુ હતું અને વહેલી સવારે તેમની કારને અકસ્માત સર્જાયો હતો.