વોશિંગટનઃ વૈજ્ઞાનિકોએ આ વાતની જાણકારી મેળવી લીધી છે કે આપણને ભુખ લાગવા સાથે ગુસ્સો કેમ આવવા લાગે છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આવું જીવવિજ્ઞાનની પરસ્પર ક્રિયા, વ્યક્તિત્વ અને આસપાસના માહોલના કારણે થાય છે.

અમેરિકાના યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલાઈનાની એક ડોક્ટર વિદ્યાર્થિની જેનીફર મૈકોર્માકએ કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે ભુખ સહન કરવાને કારણે ક્યારેક ક્યારે આપણી ભાવનાઓ અને દુનિયાને લઈને આપણા વિચાર પણ પ્રભાવિત થઈ જાય છે. હાલમાં જ હૈંગરી શબ્દ ઓક્સફોર્ડ ડિક્સનરીએ સ્વીકાર્યો છે. જેનો મતલબ થાય છે કે ભુખના કારણે ગુસ્સો આવવો.

‘ઈમોશન’ જર્નલમાં પ્રકાશિત અધ્યયનની મુખ્ય લેખક મૈકોર્માકએ કહ્યું કે, અમારા અનુસંધાનનો મુખ્ય હેતુ ભુખથી જોડાયેલી ભાવનાત્મક સ્થિતિઓનું મનોવૈજ્ઞાનિક રીતે અધ્યયન કરવું છે. જેમકે કોઈ કેવી રીતે ભુખ્યું હોવા સાથે સાથે ગુસ્સો પણ કરે છે.

તેમણે કહ્યું કે આ સંબંધમાં 400થી વધુ લોકો પર કરાયેલા અનુસંધાનમાં ખબર પડી છે કે ફક્ત માહોલ જ આ બાબત પર અસર નહીં નાખતો કે કેમ કોઈ ભુખ્યા હોવા પર ગુસ્સે થઈ જશે આ લોકોના ભાવનાત્મક જાગૃત્તાના સ્તર પર પણ નક્કી થાય છે. તે લોકો જે આ વાત પ્રત્યે વધુ જાગૃત હોય છે કે ભુખ લાગી છે કે નહીં, તેવા લોકોમાં ગુસ્સો થવાની સંભાવના ઓછી હોય છે.