મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ લાગે છે કે ફિલ્મોના જાણિતા અભિનેતા આલોક નાથની મુશ્કેલીઓ જલ્દી જ ખત્મ થવાની નથી. હજુ એક દિવસ પહેલા જ વિંટા નંદાએ આલોક નાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તે બાદ ફિલ્મ હમ સાથ સાથ હૈની ક્રુ મેમ્બરએ પણ તેમની સાથે અશોભનીય વર્તન કરવા અંગે કહ્યું હતું. હવે આ લિસ્ટમાં એક્ટ્રેસ સંધ્યા મૃદુલનું પણ નામ જોડી દેવાયું છે. સંધ્યાઅ પણ આલોક નાથ પર સેક્શુઅલ હેરેસમેન્ટના આરોપો લગાવ્યા છે.

સંધ્યા મૃદુલે ટ્વીટર પર એક લાંબી પોસ્ટ મુકી છે અને આ ઘટના અંગે કહીને વિંટા નંદાને સપોર્ટ કર્યો છે. પોતાની પોસ્ટમાં સંધ્યાએ કહ્યું કે તે એક સીરિયલનું શૂટિંગ કરી રહી હતી. જેમાં આલોક નાથને તેના પિતા અને રીમા લાગૂ તેની માતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે લખ્યું છે કે, તે આ વાતથી ઘણી ઉત્સાહિત હતી કે તેને આલોક નાથ સાથે કામ કરવાનો લાહવો મળ્યો છે. શરૂઆતમાં આલોક નાથનો વ્યવહાર ઘણો સારો હતો પરંતુ બાદમાં ધીમે ધીમે તેનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો.

સંધ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જલ્દી શૂટિંગ પૂર્ણ થયા બાદ પુરી ટીમે બહાર ડિનર માટે ગઈ તો તે સાથે ગઈ હતી તે વખતે આલોક નાથે જરૂરત કરતાં વધુ દારૂ ઢીંચી લીધો હતો અને તે નશામાં મારી પાસે બેસવાની જીદ્દ કરવા લાગ્યા હતા. તે પછી સંધ્યા વગર ડિનર કર્યે જ ત્યાંથી પોતાની હોટલ જતી રહી હતી. સંધ્યાએ કહ્યું કે તે પછી આલોક નાથ હોટલમાં આવીને જબરજસ્તી મારા રૂમમાં ઘૂસી આવ્યા અને ત્યાં તે તેની પાછડ જ પડી ગયા. જોકે સંધ્યાએ તે સમયે કોઈ રીતે બહાર નીકળીને પોતાની જાતને બચાવી લીધી હતી. સંધ્યાનું કહેવું છે જે તે પછી જેટલા દિવસ શૂટિંગ ચાલી ત્યાં સુધી સતત આલોક નાથ તેને રાત્રે દારૂના નશામાં ફોન કર્યા કરતો અને રૂમ નોક કરીને પરેશાન કરવા લાગ્યો હતો.

જોકે સંધ્યાએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે બાદમાં રીમા લાગૂ આલોકની આ હરકતોના કારણે હંમેશા તેની સાથે રહેતી હતી અને તેની સંભાળ રાખતી હતી. બાદમાં આલોક નાથએ આવીને પોતાની આ હરકતો માટે રડીને માફી માગી લીધી હતી. સંધ્યાએ પોતાની પોસ્ટમાં વિંટા સાથે સાથે તે તમામ એક્ટ્રેસ અને મહિલાઓનો સપોર્ટ કર્યો છે જેમણે બહાદુરીથી સામે આવીને પોતાની સાથે ઘટેલી સેક્શૂઅલ હેરેસ્મેન્ટની ઘટનાઓને લોકો સામે મુકી.

 

In truth & solidarity.
I’m with you @vintananda #metoo pic.twitter.com/ZoiT2dT3yL

— Sandhya Mridul (@sandymridul) October 10, 2018