મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કિંગફિશર, જેટએરવેઝ બાદ હવે સરકારી કંપની એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ કથળી છે. ઇકોનોમિક ટાઇમ્સનાં અહેવાલ અનુસાર એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ એવી છે કે તે આગામી ઓક્ટોબર મહિનાથી કર્મચારીઓનાં પગાર પણ નહીં ચુકવી શકે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા દર મહિને ૩૦૦ કરોડ રુપિયા પગાર પાછળ ખર્ચ કરે છે. એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, સરકારે એર ઇન્ડિયાને ૭૦૦૦ કરોડની રકમ પર સોવરન ગેરંટી આપી હતી અને કંપની પાસે ૨૫૦૦ કરોડ રુપિયા બચ્યા છે, જે ટૂંક સમયમાં જ ખર્ચાઇ જશે. એર ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષમાં ૯૦૦૦ કરોડ રુપિયાનું દેવું ચુકવવાનું કરવાનું છે. પરંતુ કંપનીની સ્થિતિ નથી કે તે આ દેવું ચુકવી શકે. હવે તમામની નજર સરકારનાં નિર્ણય પર છે.